Home » Gujarat » Bhuj » Rapar » સરકારી કાર્ડમાં ભાજપના નહીં, કોંગ્રેસી ધારાસભ્યોના નામ આગળ!

સરકારી કાર્ડમાં ભાજપના નહીં, કોંગ્રેસી ધારાસભ્યોના નામ આગળ!

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 04:30 AM

અત્યાર સુધી કચ્છમાં સરકારી કાર્યક્રમોમાં મોટાભાગે કોંગ્રેસના ધારાસભ્યોને આમંત્રણ પણ આપવામાં આવતું ન હોવાની...

  • સરકારી કાર્ડમાં ભાજપના નહીં, કોંગ્રેસી ધારાસભ્યોના નામ આગળ!
    અત્યાર સુધી કચ્છમાં સરકારી કાર્યક્રમોમાં મોટાભાગે કોંગ્રેસના ધારાસભ્યોને આમંત્રણ પણ આપવામાં આવતું ન હોવાની ફરિયાદ સાંભળવામાં આવતી હતી. જોકે, તેમાં જાણે હવે ફેરફાર થયો હોય એમ હવે સરકારી કાર્યક્રમોમાં અતિથિ વિશેષ તરીકે માત્ર તેમને આમંત્રણ જ આપવામાં નથી આવતું બલ્કે, આમંત્રણ કાર્ડમાં પણ ભાજપના ધારાસભ્યો કરતા કોંગ્રેસના ધારાસભ્યોનું નામ આગળ લખવામાં આવી રહ્યું છે !

    કલેકટર રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી સી.જે.પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે મહિલા સંમેલનનું જે નિમંત્રણ કાર્ડ પાઠવવામાં આવ્યું છે તેમાં આ સૂચક ફેરફારો નજરે પડ્યા છે. નિમંત્રણ કાર્ડમાં રાજ્ય કક્ષાના મંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયાના નામ પ્રોટોકોલ મુજબ આગળ જ રાખવામાં આવ્યા છે. પણ ફેરફાર ધારાસભ્યોના નામની પંગતમાં દેખાયો છે.

    વાસણ ભાઇને બાદ કરતા બાકીના પાંચે ધારાસભ્યોનું નામ એક જ લાઇનમાં લખવામાં આવ્યું છે. તેમાં મહિલા દિન નિમિતે મહિલા ધારાસભ્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોત તો પણ કોંગ્રેસની લીટી ભાજપ કરતા મોટી થઇ છે એવું ન લાગત. જોકે, પહેલું નામ અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનું છે. ત્યારબાદ બીજું નામ પણ કોંગ્રેસી મહિલા ધારાસભ્ય રાપરના સંતોકબેન આરેઠિયાનું છે. પછી, ભાજપના માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના માલતીબેન મહેશ્વરી અને ભુુજના ડો. નીમાબેન આચાર્યનું નામ છે. સિનીયોરિટીની રીતે કે જ્યાં કાર્યક્રમ છે એ સ્થળના ધારાસભ્ય તરીકે પણ નીમાબેનને તંત્ર કદાચ આગળ રાખી શક્યું હોત.

    જોકે, ભાજપના જ ધારાસભ્યોને આગળ કરવા અને કોંગ્રેસીઓને કાપવાની મેન્ટાલિટીમાંથી તંત્ર બહાર નીકળ્યું તે પણ એક પોઝિટીવ ઘટના છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ