ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ રાપર તાલુકાના ખીરઇ ત્રણ રસ્તા બાયપાસ નજીક જઇ રહેલી મહીલા ને એકલતાનો લાભ લઇ ખીરઇના...

DivyaBhaskar News Network | Updated - Mar 09, 2018, 04:30 AM
ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ
ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

રાપર તાલુકાના ખીરઇ ત્રણ રસ્તા બાયપાસ નજીક જઇ રહેલી મહીલા ને એકલતાનો લાભ લઇ ખીરઇના ઇસમે ગાળો આપી જાતિ અપમાનિત શબ્દો બોલી ધક્કો મારી પાડીદેવાનો બનાવ બુધવારે બપોરે બન્યો હતો જેની ફરિયાદ ગુરુવારે રાપર પોલીસમાં નોંધાતાં મહિલા દિને જ મહિલા સાથેનો અણછાજતો બનાવ બહાર આવ્યો હતો.

મુળ લોદ્રાણીના 20 વર્ષીય ફરિયાદી યુવતીએ રાપર પોલીસમાં નોંધાવેલી ફરીયાદ મુજબ બુધવારે બપોરે ત્રણ વાગ્યે ખીરઇ ત્રણ રસ્તે જઇ રહી હતી ત્યારે ખીરઇમાં રહેતો ઇમામશા હાસમશા સૈયદ પોતાની બાઇક પર આવ્યો હતો અને એકલતાનો લાભ લઇ નજીક આવી ભુંડી ગાળો બોલી બાઇક પરથી ની ચે ઉતર્યો હતો અને ખેંચતાણ કી ધક્કો દઇ પાડી દેતાં ફરિયાદીએ કરેલી બુમાબુમને કારણે આરોપી બાઇક લઇને નાસી ગયો હતો અને જતાં જતાં જાતિ અપમાનિત શબ્દો બોલી ગાળો આપી હતી.રાપર પોલીસમાં નોંધાયેલી ફરીયાદ મુજબ એસીએસટી સેલના સૈયદે નાસી ગયેલા આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App