ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» કચ્છમાં મહિલા દિને 35 નન્હીપરીનું પૃથ્વી પર અવતરણ

    કચ્છમાં મહિલા દિને 35 નન્હીપરીનું પૃથ્વી પર અવતરણ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 09, 2018, 04:30 AM IST

    કચ્છમાં વિશ્વ મહિલા દિને 35 નન્હીપરીનું આગમન થયું હતું. સૌથી વધુ ભુજમાં 8 બાળકી જન્મી હોવાનું સરકારી રેકર્ડ પર...
    • કચ્છમાં મહિલા દિને 35 નન્હીપરીનું પૃથ્વી પર અવતરણ
      કચ્છમાં મહિલા દિને 35 નન્હીપરીનું પૃથ્વી પર અવતરણ
      કચ્છમાં વિશ્વ મહિલા દિને 35 નન્હીપરીનું આગમન થયું હતું. સૌથી વધુ ભુજમાં 8 બાળકી જન્મી હોવાનું સરકારી રેકર્ડ પર નોંધાયું છે. ભુજની જનરલ હોસ્પિટલમાં બાળકીના જન્મને વધાવવા આવેલાં કલેક્ટરે માતા-પિતાને ચાંદીના સિક્કા તથા મીઠાઇની ભેટ આપી હતી. આ ઉપરાંત તેમણે સ્ત્રીરોગ વિભાગના દર્દીનોની રૂબરૂ પૃચ્છા કરીને વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી હતી.

      સવારે 11.30ના અરસામાં ભુજના ઉષાબેન કુશવાહાની કૂખે બાળકીનો જન્મ થતાં તેને વધાવવા માટે કલેક્ટર રેમ્યા મોહન હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. તેમના હસ્તે ચાંદીનો સિક્કો, બેબી કિટ તેમજ મીઠાઇ આપીને બાળકીના જન્મને વધાવી લેવાયો હતો. ત્યાર બાદ તેમણે ગાયનેક વિભાગમાં દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. આ તકે ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર ડો. જીજ્ઞાબેન દવે, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. એન. એન. ભાદરકા, ગેઇમ્સના ડો. શનિશ્ચરા, નિરંજન એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા.

      ભુજની સાથે નખત્રાણાની દેવઆશિષ હોસ્પિટલમાં જન્મેલી બાળાને હોંશે-હોંશે વધાવાઈ હતી અને તેના પરિવારજનોને શુભેચ્છા પાઠવાઈ હતી.

      મહિલા દિને ક્યાં કેટલી બાળકી જન્મી

      વિશ્વ મહિલા દિને કચ્છમાં સરકારી રેકર્ડ પ્રમાણે 35 બાળકીના જન્મ થયા હતા. જેમાં ભુજમાં 8, અંજારમાં 7, ભચાઉમાં 2, ગાંધીધામમાં 6, માંડવીમાં 6, લખપતમાં 1, મુન્દ્રામાં 1, નખત્રાણામાં 2 અને રાપરમાં 2 બાળકી જન્મી હોવાનું નોંધાયું છે. અબડાસા તાલુકામાં એક પણ બાળકી જન્મી હોવાનું બહાર આવ્યું નથી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કચ્છમાં મહિલા દિને 35 નન્હીપરીનું પૃથ્વી પર અવતરણ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `