તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માતાના મઢ ખાતે ભાવિકો માટે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનો આરંભ

માતાના મઢ ખાતે ભાવિકો માટે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનો આરંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખ્યાતનામયાત્રાધામ માતાના મઢ ખાતે ભુજના સર્વસેવા સંઘ દ્વારા 15 દિવસીય નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનો આરંભ કરાયો છે.

રાપર તાલુકાના દાતા હિરાબેન ધરમશી આરેઠીયા પરિવારના આર્થિક સહયોગથી દર વર્ષે યોજાતા કેમ્પનું ઉદ્દઘાટન માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડા, મઢ જાગીરના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, તાલુકા ભાજપ અધ્યક્ષ વેસલજી દાદાએ કર્યું હતું.

કેમ્પમાં 10,000થી વધુ ભાવિકોને સારવાર અપાતી હોય છે. વર્ષે પણ પીએમપી એસોસિએશનના 20 થી વધુ તબીબો સેવા આપશે તેમજ 24 કલાક એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે.

પ્રસંગે ડો. અશોક પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ મહેન્દ્ર જોષી, વહીવટી મંત્રી મુકેશ ભટ્ટ, ડો. ગાયત્રીબેન જાદવ, સુરેન્દ્રસિંહ જાડેજા, રમેશ જોષી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

માતાના મઢ ખાતે 15 દિવસીય કેમ્પનું દિપ પ્રાગટ્ય કરી ખૂલ્લો મુકી રહેલા માંડવી-મુન્દ્રા ધારાસભ્ય તારાચંદ છેડા તથા અન્ય આગેવાનો તસવીરમાં નજરે પડે છે.

20થી વધુ તબીબો સેવા આપશે : 24 કલાક એમ્બ્યુ. સેવા

દર વર્ષે યોજાતા કેમ્પમાં 10 હજારથી વધુને અપાય છે સારવાર

અન્ય સમાચારો પણ છે...