તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મંજલ પાસે હોજમાં ન્હાવા પડેલા પદયાત્રીનું મોત

મંજલ પાસે હોજમાં ન્હાવા પડેલા પદયાત્રીનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાતાલુકાના મંજલ ગામ નજીક આવેલા માજીરાઈ ફાટક પાસે પાણીના હોજમાં ન્હાવા પડેલા માતાના મઢ જતા ગાંધીધામના પદયાત્રીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બુધવારે સવારે માતાના મઢ જતા પદયાત્રી મંજલ ગામ નજીક માજીરાઈ ફાટક પાસેના પાણીના હોજમાં ન્હાવા ગયો હતો, જ્યાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. મરનારા મૂળ રાપરના પલાંસવા ગામના અને હાલે ગાંધીધામ રહેતા જગદીશભાઈ નાનજીભાઈ ભરવાડ (ઉ.વ.19) હોવાનું તેમજ ગત 25/9ના ગાંધીધામથી માતાના મઢ જવા માટે એકલા પગપાળા નીકળ્યા હતા, જે માજીરાઈ પાસે પાણીના હોજમાં ન્હાવા પડતાં ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા. યુવાનનાં મોતના સમાચારથી તેના પરિવારજનો તેમજ મિત્રવર્તુળમાં ગમગીની સાથે શોકનું મોજું છવાઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...