તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજ્યનો લલીતકળા અકાદમી એવોર્ડ વાગડના ફાળે આવ્યો

રાજ્યનો લલીતકળા અકાદમી એવોર્ડ વાગડના ફાળે આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળવાગડ રાપર તાલુકાના ભીમાસર ગામના અને અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવનારા બંધુબેલડી બાબુભાઇ સોની અને હરિભાઇ સોની ચિત્રકલા ક્ષેત્રે બહુ મોટું નામ છે. વિશ્વના અનેક દેશોમાં આવેલા સ્વામિનારાયણ મંદિરોમાં ચિત્રકળાનું સુંદર કામ કરતા વાગડના સોનીબંધુ પૈકી હરિભાઇ ઝીણાભાઇ સોની દ્વારા તૈયાર થયેલા મોર્ડનઆર્ટના ચિત્રે ગુજરાત રાજ્ય લલીતકળા એકેડમી-અમદાવાદ દ્વારા યોજાયેલા 56મા રાજ્યકલા પ્રદર્શનમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પુરસ્કાર ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે આપવામાં આવ્યો હતો. સચિવ વી.પી. પટેલ, પૂર્વ નાણામંત્રી બાબુ મેઘજી શાહ ઉપસ્થિત રહ્યા હતા.

હરિભાઇ સોનીએ મોર્ડન આર્ટ માટે લલીત કલાનો પ્રથમ ક્રમાંકનો એવોર્ડ મેળવી કચ્છનું નામ રોશન કર્યું છે, ત્યારે કચ્છભરમાં વસતા સોની જ્ઞાતિના આગેવાનોએ હરિભાઇ સોનીને અભિનંદન પાઠવ્યા હતા.

ચિત્રકલા ક્ષેત્રે મેળવી સિદ્ધિ

મૂળ ભીમાસરના હરિભાઇ ઝીણાભાઇ સોનીને મળ્યો પ્રથમ એવોર્ડ

અન્ય સમાચારો પણ છે...