તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માતાના મઢના યાત્રીઓની સુવિધા જાળવવા માટે એસ.ટી. તંત્ર સજ્જ

માતાના મઢના યાત્રીઓની સુવિધા જાળવવા માટે એસ.ટી. તંત્ર સજ્જ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિશરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પદયાત્રીઓના ધસારાને પહોંચી વળવા કચ્છ એસ.ટી. તંત્ર સજ્જ બન્યું છે.

ચાલુ વર્ષે શ્રાદ્ધ પક્ષની તેરસ સુધી એક અંદાજ મુજબ સાવ લાખ જેટલા માઇભક્તો મઢમાં માથું નમાવી ચૂક્યા છે, ત્યારે પદયાત્રીઓની તેમજ મુસાફરોની સુવિધા માટે ભુજ ડેપોએ 28મી સપ્ટેમ્બરથી લઇ 9મી ઓક્ટોબર સુધી 24 કલાક માટે મા આશાપુરાના મેળા માટે કુલ 170 બસો ફાળવી છે, જેમાં કચ્છ બહારની 110 તેમજ 60 બસો કચ્છના વિવિધ 8 ડેપોમાંથી લેવામાં આવી છે તેમજ ગત વર્ષની 70 લાખની આવક સામે ચાલુ વર્ષે એસ.ટી.ને 75 લાખની આવક મેળામાંથી થાય તેવી આશા છે. અંગે વિભાગીય નિયામક બી.એન. ચારોલાએ વિગતવાર માહિતી આપી હતી.

ભુજ બસ સ્ટેશનમાં અલાયદી વ્યવસ્થા

ડિવિઝનમાંથી બસો ફાળવાઇ

મહેસાણાડેપોની 30, પાલનપુર 30, રાજકોટ 20, જામનગર 20, જૂનાગઢ ડેપોની 10 મળી 110 બસ સિવાય કચ્છના અલગ-અલગ 8 ડેપોની 60 બસમાં ભુજ ડેપોની 12, માંડવી 10, મુન્દ્રા 6, અંજાર 8, ભચાઉ 6, રાપર 6, નલિયા 6, નખત્રાણા ડેપોની 6 બસ મગાવવામાં આવી છે.

માતાના મઢથી વિવિધ સ્ટેશનોનું ભાડું

માતાનામઢથી ભુજનું ભાડું રૂા. 90 તેવી રીતે અંજારનું રૂા.110, ગાંધીધામનું રૂા. 120, ભચાઉનું રૂા. 130, રાપરનું રૂા. 160, મુન્દ્રાનું રૂા. 110, માંડવીનું રૂા. 100, નલિયાનું 50, નખત્રાણાનું 45 ભાડું તંત્ર દ્વારા નિર્ધારીત કરવામાં આવ્યું છે.

ગત વર્ષ કરતાં 5 લાખ વધી,75 લાખ આવકની વકી : કચ્છ બહારથી 110 બસ આવશે

વર્ષે તમામ બસોમાં કન્ડક્ટરો રહેશે

પાછલાવર્ષોમાં માતાના મઢ ખાતેના કન્ટ્રોલરૂમ ઉપરથી તમામ રૂટના પેસેન્જરોને ટિકિટ અપાતી હતી, જેમાં વ્યવસ્થાના ભાગરૂપે ફેરફાર કરી મુસાફરોને ગંતવ્ય સ્થાનની ટિકિટો બસમાં ઉપલબ્ધ કરાશે, જેથી કરી મઢમાં ટ્રાફિકનો ભરાવો નહીં થાય તેમજ યાત્રિકોનો સમય પણ બચી શકશે.

મઢખાતે કન્ટ્રોલરૂમ માટે ફાળવાયેલો સ્ટાફ

મેળાઇન્ચાર્જ તરીકે માતાના મઢ ખાતે ડી.ટી.ઓ. વિપુલ ચૌધરીને નિમવામાં આવ્યા છે, જેમાં તેમની સાથે 9 સુપરવાઝરો, 2 ટ્રાફિક કન્ટ્રોલર, 8 જણની મિકેનિકલ ટીમ આપાતકાલિન પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સાધનો સાથે તૈનાત રહેશે. સિવાય 20 કન્ડક્ટરો અને 2 ડ્રાઇવરો વધારામાં મૂકવામાં આવ્યા છે તેમજ મદદનીશ ઇન્ચાર્જ તરીકે ભુજ ડેપો મનેજર એસ.પી. આચાર્ય ભુજ ખાતેથી દોરીસંચાર સંભાળશે.

આંતરિક ગામડાની બસો મેળા માટે લેવામાં આવી

હાલકચ્છમાં 255 બસો દોડે છે, જેમાંથી 60ને મેળા માટે ફાળવવામાં આવી છે, જેના કારણે 40 રૂટ તા. 28 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી બંધ રહેશે. કેન્સલ કરાયેલા રૂટ એવા છે, જેમાં ટ્રાફિક ઓછો રહેતો હોય અથવા બસ બંધ રહેવાથી ગ્રામીણ લોકોને બહુ અસર થાય. સિવાય મુસાફરો તેમજ છાત્રોને તકલીફ પડે તે માટે અલગ-અલગ ગામડાઓમાં 24 મિનિ બસો સમયગાળા પૂરતી મૂકવામાં આવશે.

વિભાગીયનિયામકે 10 ઓક્ટોબર સુધી રજા નામંજૂર કરી

નવરાત્રિનાઉપલક્ષમાં વિભાગીય નિયામકે કચ્છના તમામ 8 ડેપો મેનેજર, તમામ ડેપોના બે-બે સુપરવાઇઝરો, વિભાગીય કચેરીના સ્ટાફમાંથી 13 જણની રજા તારીખ 10 ઓક્ટોબર સુધી નામંજૂર કરી તમામને નિયત જગ્યાએ હાજર રહેવા કડક સૂચનો કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...