Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » અંજારમાં 3 ચોરાઉ બાઇક સાથે 3 પકડાયા

અંજારમાં 3 ચોરાઉ બાઇક સાથે 3 પકડાયા

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 04:20 AM

અંજાર પોલીસે ત્રણ ચોરાઉ બાઇક સાથે 3 આરોપીઓની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.આ બાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો...

  • અંજારમાં 3 ચોરાઉ બાઇક સાથે 3 પકડાયા
    અંજાર પોલીસે ત્રણ ચોરાઉ બાઇક સાથે 3 આરોપીઓની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.આ બાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ,છેલ્લા કેટલાક સમયથી અંજારમાં વધી રહેલી બાઇક ચોરીને ધ્યાનમાં રાખી અંજાર પીઆઇ બી.આર.પરમાર વોચમાં હતા અને પેટ્રોલિંગ સમયે મુળ અમરાપર ખડીરના અને હાલ અંજારમાં નવાનગર વિસ્તારમાં રહેતા 27 વર્ષીય નાગુભા ચનુભા જાડેજા પાસે ચોરાઉ બાઇક હોવાની શંકાના આધારે પુછપરછ કરતાં તેની પાસેથી રૂ.35,000ની કિંમતની જીજે-12-એએફ-1652નંબરની અને રૂ.20,000ની કિંમતની જીજે-12-ક્યુ-9489 નંબરની એમ બે ચોરાઉ બાઇક મળી આવતાં તેની પાસે રહેલી બન્ને બાઇક કબજે કરી તેની અટક કરાઇ હતી .આ બન્ને બાઇક તેણે આદિપુર બગીચા પાસેથી ચોરી હોવાનું કબુલ્યું છેફ

    તો અંજારના મતિયા નગરમાં રહેતા 24 વર્ષીય નવીન ઉર્ફે કિશોરભાણજી આયડી(મહેશ્વરી) અને અંજારના કુંભારચોકમાં રહેતા 28 વર્ષના શામજી હમીર પતારિયા (મહેશ્વરી)ના કબજામાંથી રૂ.30,000ની કિંમતનું જીજે-12-સીજે-2655 નંબરનું ચોરાઉ પલ્સર બાઇક મળી આવતાં આ બન્ને આરોપીની અટક કરી પુછપરછ શરૂ કરાઇ છે.અત્રે ઉલ્લેખનિય છે કે હજુ ત્રણ દિવસ પહેલાં જ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન સામુહિક વાહન ચરી કરી રહેલી ગેંગ પોલીસને જોઇ ચોરાઉ વાહનો મુકી પલાયન થઇ ગઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending