તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પૂર્વ કચ્છમાં ગતિમર્યાદા માટે સમાહર્તાએ જાહેરનામું બહાર પાડ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ કચ્છમાં ગતિમર્યાદા માટે સમાહર્તાએ જાહેરનામું બહાર પાડ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂર્વકચ્છના ગાંધીધામ, ભચાઉ, રાપર અને અંજાર નગરપાલિકા વિસ્તારમાં વાહનોની સંખ્યા સતત વધતી જતી હોઇ, અવાર-નવાર પ્રાણઘાતક અકસ્માતોના બનાવો સામે આવતાં રહે છે, જેમાં કિંમતી માનવજિંદગીઓ ભરખાઇ રહી છે. કંડલા, મુન્દ્રા અને તુણા બંદર, ટ્રાન્સપોર્ટ હબ, લાકડા ઉદ્યોગ, કાસેઝ તથા ભૂકંપ બાદ આવેલા ઉદ્યોગોની વિકાસ થયો હોવાથી ટ્રાન્સપોર્ટેશન અત્યંત મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. બધા પરિબળો વચ્ચે જીવલેણ અકસ્માતની ઘટનાઓ પર નિયંત્રણ આવી શકે માટે જિલ્લા સમાહર્તા એમ.એ. ગાંધીએ પોલીસ અધિનિયમ-1951ની જોગવાઇઓ અનુસાર, ગાંધીધામના ટાગોર રોડ પર મુન્દ્રા સર્કલથી પોર્ટની એ.ઓ. બિલ્ડિંગ સુધી, અંજારના કળશ સર્કલથી ચિત્રકૂટ સર્કલ, ભચાઉના કસ્ટમ ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન સુધી, રાપરમાં પ્રાગપર ત્રણ રસ્તાથી સેલારી નાકા સુધીમાં દ્વીચક્રી વાહનો, ભારે યાંત્રિક વાહનોની ગતિમર્યાદા 40 કિ.મી. ઠરાવી જાહેરનામું બહાર પાડ્યું હતું. વાંધા-સૂચન આગામી 30 દિવસમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો