તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડમ્પરે વીજપોલ પાડ્યો, અડધું રાપર 12 કલાક વીજવિહોણુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડમ્પરે વીજપોલ પાડ્યો, અડધું રાપર 12 કલાક વીજવિહોણુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાપરખાતે બસ સ્ટેન્ડ પાસે રાત્રે 3 વાગ્યાના અરસામાં એક માટી ભરેલું ડમ્પર વીજ પોલમાં અથડાતાં થાંભલો વાંકો વળી ગયો હતો અને વીજરેષાઓ તૂટી ગઇ હતી. વીજ તંત્રે તાકીદે લાઇટો બંધ કરી નાખી હતી, જે બપોરે 3 વાગ્યા સુધી મુશ્કેલીથી ચાલુ થઇ હતી અને અડધા ઉપરાંતના શહેરમાં લોકો ગરમીમાં વીજળી વીના અકળાયા હતા. ડમ્પરમાં ભરેલી અડધા ઉપરાંતની માટી શહેરવચાળે જાહેર માર્ગ પર પથરાઇ હતી.

શહેરના બસ સ્ટેશન વિસ્તાર પાસે રવિવારે રાત્રે 3 વાગ્યે એક માટી ભરેલા ડમ્પરે વીજપોલને ઠોકર મારતાં જીવતી વીજરેષાઓ માર્ગ પર પડી હતી, તો ડમ્પર ફસાઇ ગયું હતું. વીજ તંત્ર દ્વારા તાકીદે અડધા ઉપરાંતના શહેરની વીજળી બંધ કરી નાખી હતી. તરફ ડમ્પરને કાઢવા જેસીબી કામે લાગ્યું હતું અને મહામહેનતે ડમ્પર કાઢી શકાયું હતું. સોમવારે સવારે 10 વાગ્યા સુધી કોઇ વીજ કર્મી ફરક્યો નહોતો. પછી આવેલા કર્મીઓએ બપોરે 3 વાગ્યા સુધી વ્યાયામ કરી લાઇટો ચાલુ કરતાં લોકોને રાહત પહોંચી હતી. ગરમીના વધતા પ્રમાણ વચ્ચે વીજળીના રૂસણા થતાં લોકો અકળાયા હતા. બનાવને પગલે ચકચાર સર્જાઇ હતી.

રાત્રે 3 વાગ્યે અકસ્માતને પગલે 15 ટન જેટલી માટી ઢોળાઇ માર્ગ પર

અકસ્માતગ્રસ્ત વીજપોલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો