તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છ કેનાલમાંથી ગેરકાયદે પાણી લેવા ઉપર પ્રતિબંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ કેનાલમાંથી ગેરકાયદે પાણી લેવા ઉપર પ્રતિબંધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નર્મદાલાઇનમાં ભંગાણ પાડનારા તત્ત્વો સામે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ કડક પગલાં સહિતની કાયદેસરની કાર્યવાહી કરાશે, તેવો નિર્દેશ કલેક્ટર એમ.એ. ગાંધીએ સોમવારે સાંજે ભુજમાં યોજાયેલી પાણી સમિતિની બેઠકમાં આપ્યો હતો.

જિલ્લામાં પાણી પુરવઠા અને ...અનુસંધાનપાના નં. 6

સ્વચ્છતાનાકામોની મંજૂરી અને સમીક્ષા માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર ગાંધીના અધ્યાક્ષસ્થાને યોજાઇ હતી, જેમાં એવો આદેશ જારી કર્યો હતો કે, સિંચાઇની કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી કોઇએ પાણી લેવું નહીં. નર્મદાની પાઇપલાઇનમાંથી પાણી ચોરી અટકાવવા માટે દરેકેદરેક કાર્યપાલક ઇજનેરો અને મામલતદારો દ્વારા ખાસ ડ્રાઇવ કરીને કડક પગલાં લેવાની પણ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના અને નિર્દેશ આપ્યા હતા. પાણી પુરવઠા વિભાગના અધિક્ષક ઇજનેર એલ.જે. ફફલે કાયદેસરની કાર્યવાહી સહિત કડક પગલાં લેવા માટે પાણી પુરવઠા તંત્રને સ્થળ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટેની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

એલ.જે. ફુફલે નર્મદા નીરની કચ્છ બ્રાન્ચ કેનાલ 15મી માર્ચથી 15 મે સુધી બંધ થવાની છે, ત્યારે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટ બ્રાન્ચ કેનાલના પાણી ફક્ત પીવાના પાણી માટે અનામત રાખવામાં આવ્યા હોઇ, કોઇએ પણ પીવાના પાણીના અનામત જથ્થાનો ખેતીના કામમાં ઉપયોગમાં લેવો નહીં તેવી જાહેર મનાઇ કરવામાં આવી છે. જો કોઇ તેનો ખેતી કામ માટે ઉપયોગ કરશે, તો તેની સામે કડક પગલાં સાથેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.

બેઠકના પ્રારંભે ગત બેઠકમાં મંજૂર થયેલી 14 યોજનાની પ્રગતિની સાથે હાલમાં પ્રગતિ હેઠળની યોજનાઓની સ્થિતિની સમીક્ષા કરાઇ હતી, જેમાં અબડાસાના 3 ગામ, અંજારના 1, ભચાઉના 6, ભુજના 2, મુન્દ્રા-નખત્રાણાના 1-1 મળી કુલ 14 ગામની યોજના પૈકી 5 યોજના પૂર્ણ થઇ છે, 9 યોજના પ્રગતિમાં હોવાનું જણાવાયું હતું. કચ્છમાં ચાલી રહેલી કુલ 57 યોજના પૈકી 26 પૂર્ણ કક્ષાએ પહોંચી ગઇ હોવાનું અને બાકીની 31 યોજનાની સ્થિતિ ચાલુ માર્ચ માસમાં પૂર્ણ થવા પર છે, તેમ બેકઠમાં વધુમાં જણાવાયું હતું.

પ્રગતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત આવેલી માગણીઓના અનુસંધાને વાસ્મો દ્વારા અબડાસા અને રાપર તાલુકામાં અંદાજે રૂા. 4.53 કરોડની નવી તૈયાર કરવામાં યોજનાઓ અને અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ, માંડવી અને રાપર તાલુકાના મળી કુલ 14 ગામ માટે વાસ્મો દ્વારા અન્ય નવી તૈયાર કરાયેલી રૂા. 9.66 કરોડની યોજનાની ગાંધીનગર ખાતેથી મંજૂરી મળ્યે હાથ ધરવામાં આવશે, તેવી પણ બેઠકમાં જાણકારી અપાઇ હતી.

માંડવી ખાતેના શ્યામજી કૃષ્ણવર્મા મેમોરીયલની હાલની પાણીની સુવિધા વધારવા મેટાલીક લાઇન નાખવાની પણ ચર્ચા-વિચારણા કરાઇ હતી. આગામી ઉનાળાને ધ્યાનમાં લઇ ટેન્કર સુવિધા સહિત ગામોની પાણી પુરવઠા યોજનાઓને ચુસ્ત દુરસ્ત રાખવા પણ નિર્દેશો અપાયા હતા. પાણી સમિતિની બેઠકમાં પણ પાણીને લગતી સમસ્યાઓની નિયમિત ચર્ચા હાથ ધરાશે તેવો બેઠકમાં ઉલ્લેખ કરાયો હતો.

વાસ્મોના કાર્યપાલક ઇજનેર ડી.સી. કટારિયા ઉપરાંત ભુજ, નખત્રાણા, અંજાર અને ભચાઉના પાણી પુરવઠા વિભાગના ઇજનેરો અને વી.આર.ટી.આઇ.ના માવજીભાઇ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

મેઇન્ટેનન્સ માટે 15મીમેસુધી કચ્છ બ્રાન્ચ કેનાલ બંધ રહેશે

>માંંજુવાસથીજેસડા સુધીની કચ્છ શાખા નહેરનું સમારકામ કરવાનું હોવાથી નહેરમાં હાલમાં પાણી ભરવામાં આવશે નહીં. 15મી મે સુધી કેનાલમાં પાણી વહેતું અટકાવી દેવામાં આવ્યું છે. સફાઇ અને મેઇન્ટેનન્સ થઇ ગયા બાદ ફરીથી સિંચાઇના પાણી વહેતાં થઇ જશે. >મુકેશ ઝવેરી,ડાયરેક્ટર,સરદાર સરોવર નિગમ

રાપર પંથક માટે પીવાનું પાણી અનામત રાખવા માટે કલેક્ટર દ્વારા અપાયા આકરા નિર્દેશ : પાણી પુરવઠા વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવ કરી પાણી ચોરો પકડાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો