તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાગોદર સબ કેનાલના કામ 4 માસમાં પૂરી કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાગોદર સબ કેનાલના કામ 4 માસમાં પૂરી કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છબ્રાન્ચ કેનાલમાંથી સબ કેનાલ તરીકે વહેનારી ગાગોદર પ્રશાખા નહેરની કામગીરી ચાર માસમાં પૂરી કરવાની હૈયાધારણ રાપરના ધારાસભ્ય પંકજ મહેતા દ્વારા અપાઇ હતી. તેમના ગાંધીનગર સ્થિત નિવાસે મળેલી કચ્છ શાખા નહેરના અધિકારીઓની બેઠકમાં એમ પણ જણાવાયું હતું કે, ગાગોદર નહેરને લગતી કામગીરીમાં ડિઝાઇન, રિડિઝાઇન, મંજૂરી, વળતર, સંપાદન, માપણી સહિતના પ્રશ્નોનો સંબંધિત તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવે તેવી લેખિત રજૂઆત મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ કરવામાં આવી છે. સોમવારે મળેલી બેઠકમાં રાપર તાલુકા પંચાયતના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સભ્ય કાનજી આહીર, સરહદ ડેરીના ડિરેક્ટર મોતીભાઇ ભરવાડ, નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર બી. શ્રીનિવાસન, કાર્યપાલક ઇજનેર બી. જી. પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર આર.કે. તિવારી અને જે. એન. પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો