તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોંગ્રેસના MLA માટે 40થી વધુ દાવેદારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસના MLA માટે 40થી વધુ દાવેદારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતવિધાનસભાની 2017માં જૂનથી ડિસેમ્બર સુધી ગમે તે ઘડીએ યોજાનારી ચૂંટણીઓ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે જાહેરાત મુજબ ધારાસભાના દાવેદારોની પસંદગી પ્રક્રિયા વહેલી શરૂ કરી છે. અમદાવાદના જીએમડીસી સેન્ટરમાં યોજાયેલી પ્રિપસંદગી પ્રક્રિયામાં કચ્છમાંથી 40 કોંગીજને પોતાની ઉમેદવારી નોંધાવી છે અને તેમને પસંદ પૈકીની બેઠક પરથી ટિકિટ માગી છે. દરેક બેઠક માટે ઓછામાં ઓછા પાંચથી વધુ દાવા પ્રદેશ કોંગ્રેસ સમક્ષ મૂકાયા છે. જેમાં સૌથી વધુ દાવેદારી માંડવી-મુન્દ્રા બેઠક માટે રહી હતી.

કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રભારી ગુરુદાસ કામતની આગેવાનીમાં સોમવારે યોજાયેલી પસંદગી પ્રક્રિયામાં રાજ્યભરમાંથી 1540 દાવેદારો સહિત 3000 કોંગેસીજન પહોંચ્યા હતા. દરમિયાન કચ્છમાં પણ જેમને ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી-મુન્દ્રા, અબડાસા અને રાપર બેઠક માટેના ટિકિટવાંચ્છુઓને પણ બોલાવવામાં આવ્યા હતા. અમદાવાદ પહોંચેલા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીને પૂછતાં તેમણે કહ્યું હતું કે, ચૂંટણી ગમે ત્યારે આવે તો કોંગ્રેસ સંગઠન તૈયાર છે, તેવી ધરપત આપવામાં આવી હતી, તો સોમવારે થયેલી પ્રક્રિયા બાદ આગામી દિવસોમાં કચ્છ સ્તરે જિલ્લા મોવડી મંડળ અને પ્રભારીઓની હાજરીમાં દાવેદારો અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે અને જેમનામાં જીતવાની શક્યતાઓ હશે તેમના પર ફોકસ કરાશે, સાથે સાથે લોકમાગણી મુજબ પણ ઉમેદવારની પસંદગી કરાશે. મહામીટિંગમાં કચ્છથી બાબુભાઇ શાહ, અમૃત પટેલ, ખીમજી થારુ, દાનાભાઇ બડગા, પ્રતાપસિંહ જાડેજા, રમેશ ધોળુ, ઇલિયાસ ઘાંચી, પ્રાણ ગરવા, અશોકસિંહ ઝાલા અને ગની કુંભાર સામેલ થયા હતા.

ત્રણ બેઠક યુવાનોને મળી શકે

રાજ્યમાંવિસ્તાર મુજબ 50 ટકા ઉમેદવારો યુવાન હશે તેમ કામતે જણાવ્યું હતું. જો આમ થાય તો કચ્છની બેઠકમાંથી ત્રણ બેઠક પર યુવાનોને તક આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભુજમાંથી રાજેન્દ્રસિંહ જાડેજા, હમીદ ભટ્ટી, રફીક મારા અબડાસામાંથી ચેતન જોષી, ઇકબાલ મંધરા તેમજ રાપરમાંથી જાગૃતિ શાહે દાવેદારી કરી છે. તો સિવાયના દાવેદારી કરનારા યુવાનોને તક મળી શકે તેમ છે.

હોદ્દેદારો-કાર્યકરોનીદાવેદારી

આદમચાકી, જુમા રાયમા, વી.કે. હુંબલ, નવલસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, વાલજી દનિચા, અજીત ચાવડા, અરજણ ભુડિયા, બચુભાઇ આરેઠિયા, વિજયદાન ગઢવી, ઇબ્રાહિમ મંધરા, રવીન્દ્ર ત્રવાડી, કલ્પના જોષી, ભીમજી વડોર, મહેશ સોરઠિયા સહિતના અન્યોએ પણ દાવેદારી નોંધાવી હતી.

સિનિયર આગેવાનોથી માંડીને યુવાનોએ માગી 6 બેઠક પૈકીની ટિકિટ : માંડવી-મુન્દ્રા બેઠક માટે સૌથી વધુ નામો

અમદાવાદમાં યોજાયેલી પ્રિ પસંદગી પ્રક્રિયામાં જિલ્લાના કોંગ્રેસી આગેવાનો પણ પહોંચ્યા

બેઠકમાં સામેલ આગેવાનો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો