તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છના 20 ડેમમાં માત્ર 13 ટકા પાણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છમાંથયેલા ઓછા વરસાદ બાદ ઉનાળાની શરૂઆતમાં કચ્છના 10 તાલુકાના મધ્યમ કક્ષાના 20 ડેમ તળિયાઝાટક થતાં ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ સર્જાઇ છે. કચ્છના ખેડૂતો માટે ભૂગર્ભ જળ માટે 600થી 700 ફુટ અંદર ઉતરવું પડે છે, જેથી ઉત્પાદન કરેલા પાકના ભાવ પણ નથી પોષતા, તો કચ્છના ડેમ પણ તળિયાઝાટક થઇ જતાં ખેડૂતો માટે વર્ષ અતિ કપરું સાબિત થશે તેવું ખેડૂત અગ્રણીઓનું કહેવું છે.

કચ્છ સિંચાઇ વિભાગમાંથી મળતી આધારભૂત માહિતી અનુસાર ભુજ તાલુકાના રૂદ્રમાતા, કાયલા, મુન્દ્રા તાલુકાના ગજોડ અને કારાઘોઘા, અબડાસાના કનકાવતી, જંગડિયા, મીઠી, નખત્રાણાના ગજણસર, નિરોણા, ભૂખી અને મથલ, લખપતમાં નરા, સાનધ્રો, ગોધાતડ, અંજારમાં ટપ્પર અને રાપરમાં આવેલા સુવઇ તથા ફતેહગઢ એમ 20 ડેમમાં માત્ર રાપરના બે ડેમ અને મીઠી ડેમમાં 15 ટકા જેટલું પાણી છે, બાકી તમામ ડેમ સાવ તળિયાઝાટક થઇ ગયા છે.

હાલતમાં ઉનાળુ પાક લેવો અશક્ય છે, જેથી કચ્છના ખેડૂતો હવે બાગાયત ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે, તેવું કચ્છના અનુભવી ખેડૂત અગ્રણી વિઠ્ઠલભાઇએ જણાવતાં દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું કે, ગુજરાત આખાને નર્મદાનું પાણી મળી ગયું, પણ કચ્છની યોજના માત્ર વાતો સિવાય કંઇ નથી. જો પરિસ્થિતિ રહી તો ખેડૂતો પાયમાલ થઇ જશે.

કયા ડેમમાં કેટલું પાણી ?(ટકામાં)

યોજના કેમ બનાવવી તે સરકારને જોવાનું છે નર્મદાના નીર તાત્કાલિક મળવા જોઇએ

^અત્યારેકચ્છના ખેડૂતોની હાલત ગંભીર છે. કારણ કે, ખેતી માટે જરૂરી પાણી કચ્છમાં છે નહીં. ઉનાળામાં કચ્છના ખેડૂતો મગફળી, શાકભાજી, તલ અને ઘાસચારાનું ઉત્પાદન કરતા હોય છે, પણ વર્ષે તો પાણી છે નહીં ડેમ ખાલી છે અને ભૂગર્ભ જળ લેવા 600 ફુટ ઉંડું ઉતરવું પડે જે ખેડૂતોને પોષાય તેમ નથી. રસ્તો માત્ર એક છે કે સરકારની જાહેરાત મુજબ કચ્છને 1 મિલિયન હેક્ટર પાણી નર્મદાનું મળવું જોઇએ. યોજના કેમ બનાવવી સરકારે જોવાનું છે. > સામજીમ્યાત્રા, ખેડૂતઅગ્રણી

ભૂગર્ભ જળ 600થી 700 ફુટ અંદર ઉતરી ગયા છે ત્યારે ઉનાળુ પાક કરવો ખેડૂતો માટે કપરો : નર્મદાના નીર બચાવી શકે છે

હજી તો ઉનાળાની શરૂઆત છે ને..

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો