તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાપરમાં પોલીસ દ્વારા આયોજીત થઇ રાત્રી ક્રિકેટ સ્પર્ધાનો થયો આરંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપરમાં પોલીસ દ્વારા આયોજીત થઇ રાત્રી ક્રિકેટ સ્પર્ધાનો થયો આરંભ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત દરેક જિલ્લા- તાલુકામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. રીતે રાપરમાં પ્રથમ વખત સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક કરવા માટે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા શરૂ થયેલી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ એ.કે. જાડેજાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છના એસપી ભાવના પટેલ, નાયબ પોલીસવડા ભચાઉ રાકેશ દેસાઇ હાજર રહ્યા હતા. રાપરના ફોજદાર ખાંભલા દ્વારા સંપૂર્ણ આયોજન કરાયું હતું. પ્રસંગે ધારાસભ્ય પંકજ મહેતા, ડીવાયએસપી ગઢવી, પીએસઆઇ રાણા તથા વિવિધ સામાજીક આગેવાનો તથા રાપર પોલીસસ્ટાફ હાજર રહ્યો હતો. 10દિવસ ચાલનારી ટુર્નામેન્ટની ફાઇનલ 29/3ના રમાશે. પ્રસંગે એ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રજામાં પોલીસ પ્રત્યે જે થોડો ભય છે તે દૂર કરવા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત દરેક જિલ્લા તથા તાલુકામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે જેથી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાબીત થાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો