તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ

ભુજ: આર.આર.લાલનકોલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓપૈકી જે વિદ્યાર્થીઓ સાહિત્યક્ષેત્રે એટલે કે, કાવ્ય,નવલીકા,નવલકથા, નિબંધ ક્ષેત્રે પ્રદાન કરેલ હોય તેવા સર્જકોનું સન્માનપત્ર તથા મેમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવશે,જેમાટે સર્જકનિ કૃતિઓ પુસ્તક સ્વરૂપે, સામયિક કે વર્તમાનપત્રોમાં પ્રકાશીત થયેલ હોયતેની વિગતો, સંપૂર્ણ બાયોડેટા અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો મંડળના મહામંત્રી ડો. ફતુભા મ. જાડેજાને તા.31/3 સુધીમાં રાજપૂત છાત્રાલય,પીપીસી કલબ સામે, ઘનશ્યામનગર ભુજ ખાતે મોકલી આપવા.

રણછોડરાયજીસત્સંગ મંડળ દ્વારા નિ:શુલ્ક નેત્ર કેમ્પ

ભુજ: રણછોડરાયજી સત્સંગ મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી નેત્ર યજ્ઞ નેત્ર નિદાનકેમ્પનું આયોજન કરવામાં આવે છે. 5 હજારથી વધારે મોતીયાના ઓપેરશન આધુનિક ફેકો મશીન દ્વારા વિના મૂલ્યે કરવામાં આવ્યા છે. મહિનાનો આગામી તા.21/3 મંગળવાર લાલ ટેકરી દેના બેંકની બાજુમાં યોજાનાર છે. આંખના નિદાન કેમ્પનો લાભાર્થીઓએ લાભ લેવા પ્રમુખની યાદીમાં જણાવ્યું છે.

શિવશક્તિ મહિલા મંડળના હોદેદારો વરાયા

ભુજ: માધાપરનવાવાસ વિસ્તારમાં આવેલ ગ્રનસીટી સોસાયટીમાં શિવ શક્તિ મહિલા મંડળના હોદેદારોની એક વર્ષ માટે હોદેદારો વરાયા હતા, જેમાં પ્રમુખ તરીકે સરલાબેન એન. ગોસ્વામી, ઉપપ્રમુખ અમીતાબા એચ. હોથી, મંત્રી પુષ્પાબેન આર. ચૌધરી, સહમંત્રી સુશીલાબેન કે. ઝાલા, ખજાનચી નિધિબેન પી.કૌશીક તેમજ 10 કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

રાપરજૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટીની પુણ્યતિથિ ઉજવાઇ

ભુજ: નવચેતનભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે સ્વ.નવીનચંદ્ર પારેખની બીજી પુણ્યતિથિએ તેમના પરિવારજનોએ રાપર તેમજ ભુજ ખાતે માનવ સેવાના કાર્યોહાથ ધર્યા હતા, જેમાં ગાયોને ઘાસચારો, છુટક મજૂરી કરતા 200 પરીવારોને મીઠાઇ અને મંદિરમાં નવકાર મહામંત્રના જાપ કરાવવામં આવ્યા હતા. તકે સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા, હિરેન દોશી, હિરેન શાહ, શાંતિલાલ મોતા તેમા જોડાયા હતા.

રતનાલપાસે હાજીપીર પદયાત્રીકો માટે સેવા કેમ્પ

ભુજ: કોમી એકતાના પ્રતીક શોદ્રાણાના શહેર શા કચ્છ ગરીબે નવાઝ હાજીપીર બાબા મેળામાં પગપાળા જતા સર્વે હિન્દુ-મુસ્લીમ યાત્રાળુઓ માટે અંજાર-ભુજ હાઇવે રતનાલથી ભુજ તરફ 4 કિ.મી.ના અંતરે રાધે ક્રિષ્ના હોટલ પાસે સેવા કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં ચા-પાણી, નાસ્તો જવમાનુ, મેડિકલ, આરામ, નહાવાની સગવડ માણેક પરીવાર પોપટપરા (રાજકોટ) દ્વારા કરવામાં આવી છે. કેમ્પ તા.23/3થી 31/3 સુધી ચાલુ રહેશે.

ભદ્રેશ્વરમાંઆશાબાપીરનો ઉર્ષ ઉજવાશે

ભુજ: મુન્દ્રાતાલુકાના ભદ્રેશ્વર ગામે હઝરતપીર આશાબાપીરનો ઉર્ષ મુબારક તા.22/3 બુધવારે યોજવામાં આવશે, જેમાં સાંજે 5 કલાકે ચાદર મુંજાવરના નિવાસસ્થાનથી બજાર થઇને દરગાહ ખાતે ચઢાવવામાં આવશે. રાત્રે ઇશા નમાઝ બાદ સૈયદ કાસમશા બાવા આભાભીયા (સિનોગ્રાવાળા) તકરીર ફરમાવશે, ત્યાર બાદ રાત્રે મશહુર કવ્વાલ છોટે અઝીમ દ્વારા કવ્વાલી રજૂ કરવામાં આવશે. સમગ્ર આયોજન ભદ્રેશ્વર સુન્ની જમાત દ્વારા કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો