ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» વાગડમાં ચેકીંગ માટે ગયેલી ખાણ ખનીજની ટીમ ખાલી હાથ પરત ફરી

    વાગડમાં ચેકીંગ માટે ગયેલી ખાણ ખનીજની ટીમ ખાલી હાથ પરત ફરી

    DivyaBhaskar News Network | Last Modified - Mar 13, 2018, 04:15 AM IST

    માર્ચ એન્ડિંગની કામગીરી સમયે ખાણખનીજ વિભાગે નિર્ધારીત સમય અવધીમાં પોતાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા લીઝ ચેકીંગની...
    • વાગડમાં ચેકીંગ માટે ગયેલી ખાણ ખનીજની ટીમ ખાલી હાથ પરત ફરી
      વાગડમાં ચેકીંગ માટે ગયેલી ખાણ ખનીજની ટીમ ખાલી હાથ પરત ફરી
      માર્ચ એન્ડિંગની કામગીરી સમયે ખાણખનીજ વિભાગે નિર્ધારીત સમય અવધીમાં પોતાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા લીઝ ચેકીંગની કામગીરી એકાએક વેગવાન બનાવી છે. ત્યારે સોમવારે ઉઘડતા દિવસે ખાણખનીજ વિભાગની સ્થાનિક તંત્રની એક ટુકડી વાગડ વિસ્તારમાં ચેકીંગ માટે પહોંચી તો હતી પણ આ ટીમને ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો હતો.

      ખાણખનીજ વિભાગના સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સ્થાનિક ટીમોએ રાપર તાલુકાના લોદ્રાણી, માંજુવાસ, ખાંડેક અને મોવાણા ગામમાં આવેલી વિવિધ લીઝની તપાસ કરી હતી. જોકે ચેકીંગ કામગીરી દરમિયાન પ્રાથમિક તબકકે ગેરકાયદે ઉત્ખનન થયું હોવાનું ધ્યાને ચડતાં ચેકીંગ ટુકડી ખાલી હાથેજ પરત ફરી હતી. વાગડ વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે ફલાઇંગ સ્કવોડે પણ વિવિધ લીઝનું સઘન ચેકીંગ હાથ ધર્યું હતુ઼. ફલાઇંગ સ્કવોડની તપાસ બાદ પણ બીજી ફરિયાદો મળતાં સ્થાનિક તંત્રની ચેકીંગ ટુકડીઓએ તપાસ માટે પડાવ નાખ્યો હોવાનુ઼ મુખ્ય ભુસ્તરશાસ્ત્રી કેતન માવદિયાએ માહિતી આપતાં કહ્યું હતુ઼ં. બીજી તરફ નખત્રાણાના લક્ષ્મીપર અને આસપાસના પટ્ટામાં 4 દિવસના ચેકીંગ બાદ કેટલી ખનીજચોરી ઝડપાઇ તેનો સતાવાર આંકડો હજુ આવ્યો ન હોવાનું ઉમેર્યું હતું.

      ખાડાની માપણી અનેક ભોપાળા છતા કરી શકે

      વાગડ વિસ્તારના અનેક ગામોમાં મંજુર થયેલ લીઝ બહારના વિસ્તારમાં અનેક સ્થળે ગેરકાયદે ખાડા ખોદાયેલા પડયા છે. જયારે જયારે કોઇ પણ ટીમ તપાસ માટે જાય છે ત્યારે આ ખાડાની માપણી કરવાનુ઼ સુચક રીતે ટાળી દેતી હોવાની વ્યાપક ફરિયાદો અવારનવાર સામે આવતી રહે છે. જો આ ખાડાઓની માપણી કરાય તો અનેક ભોપાળા છતા થઇ શકે તેમ હોવાનો મત સુત્રોએ વ્યકત કર્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વાગડમાં ચેકીંગ માટે ગયેલી ખાણ ખનીજની ટીમ ખાલી હાથ પરત ફરી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top