• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • બાલાસરના સર્વરોગ નિદાન, સારવાર કેમ્પમાં લોકો જોડાયા

બાલાસરના સર્વરોગ નિદાન, સારવાર કેમ્પમાં લોકો જોડાયા

DivyaBhaskar News Network

Apr 04, 2018, 04:10 AM IST
બાલાસરના સર્વરોગ નિદાન, સારવાર કેમ્પમાં લોકો જોડાયા
બાલાસર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાજેતરમાં યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પનો આસપાસના ગામોના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને લાભ લીધો હતો. જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા અને ગામના સરપંચના હસ્તે કેમ્પને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂકાયો હતો. પીએચસીની તબીબી ટીમ અને અદાણીની ભુજની હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા દર્દીઓને ચકાસી તેમને દવાઓ અપાઇ હતી.

તાલુકા હેલ્થ ઓફિસર ડો. પોલ દ્વારા લોકોને આરોગ્ય વિષયક બાબતોની સમજ અપાઇ હતી. તાલુકાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ દ્વારા ગામમાં ઘરોઘર ફરીને સાફ-સફાઇ પાણી બચાવ અંગે લોકોને જાગૃત કરાયા હતા. તાલુકા સુપરવાઇઝર રામજી પરમાર, ભીમજીભાઇ કરશનભાઇ તેમજ સવાઇસિંહ સોઢાના માર્ગદર્શનમાં તમામ ઘરોમાં અેનીલાર્બલ તેમજ પેરાડોમેસ્ટિક કામગીરી હાથ ધરાઇ હતી.

X
બાલાસરના સર્વરોગ નિદાન, સારવાર કેમ્પમાં લોકો જોડાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી