તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગુજરાત બંધમાં કચ્છ જોડાયું : શાંતિ જળવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત બંધમાં કચ્છ જોડાયું : શાંતિ જળવાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાતાલુકાના મોટા સમઢિયાળાના દલિત અત્યાચારના અપરાધના ષડયંત્ર પાછળના મુખ્ય સૂત્રધારોને ખુલ્લા પાડીને સજા કરવા માટે ગુજરાત બંધનું દલિત પેન્થર સમાજ દ્વારા ગુજરાત બંધનું એલાન અપાયું હતું, જેમાં કચ્છ જોડાયું હતું, પરંતુ જિલ્લાના ભુજ, ગાંધીધામ, રાપર, મુન્દ્રા સહિતના વિવિધ વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે સરકાર અને પોલીસ સામે વિરોધ નોંધાવાયો હતો, જેમાં દલિત સમાજની સાથે કોંગ્રેસના અનનુસૂચિત જનજાતિ વિભાગ અને કોંગી અગ્રણીઓ દ્વારા પણ ભાજપ સરકાર સામે હાયકારો બોલાવવામાં આવ્યો હતો. ભુજમાં 100 જેટલા કોંગ્રેસી કાર્યકરો રેલી અને આવેદનપત્ર આપવા એકત્ર થયા હતા, જ્યારે તેટલી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. જોકે, કચ્છની તાસીર મુજબ શાંતિપૂર્ણ દેખાવો સંપન્ન થયા હતા, સાથે શાંતિ જાળવી રાખવા હાકલ પણ કરાઇ હતી.

કોંગ્રેસના વિઝન અને બાબાસાહેબના મિશનના કારણે આજે દલિતોનો જે કાંઇ શૈક્ષણિક વિકાસ થયો છે, તે ભાજપ સંઘની દલિત વિરોધી માનસિકતા સહન કરી શકતી નથી તેવા આક્ષેપો ભુજમાં કરાયા હતા. મોટા બંધ પાસે ડો. આંબેડકરની પ્રતિમાને કચ્છભરમાંથી આવેલા આગેવાનો

...અનુસંધાનપાનાનં.6અનેકાર્યકરો દ્વારા હારારોપણ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્વાધિકાર રેલી નીકળી હતી. ત્યારબાદ કલેક્ટરને કોંગ્રેસના આગેવાનોએ સમાહર્તા એમ.એ. ગાંધીને આવેદન આપ્યું હતું. જેમાં, દલિત અત્યાચારના અપરાધના ષડયંત્ર પાછળના મુખ્ય સુત્રધારોને ખુલ્લા પાડીને સજા કરવા સીબીઆઇ દ્વારા તપાસ થવા કોંગ્રેસની માંગ કરાઇ હતી. સાથે-સાથે દલિતોને મળવાપાત્ર શિક્ષણ, આરોગ્ય, ખેતીની જમીન, ઘરથાળ પ્લોટ, સરકારી ગ્રાન્ટોની ફાળવણીમાં થતા અન્યાય સહિતના મુદ્દે કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ વડા મકરંદ ચૌહાણના નેજા તળે કાયદો વ્યવસ્થા જાળવી રખાયા હતા.

કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેશ મહેશ્વરી, રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના સભ્ય ધર્મેન્દ્ર ગોહિલ, દાનાભાઇ બડગા, અનુસૂચિત જાતિના પ્રદેશના નાગશીભાઇ ફફલ, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ, પ્રદેશમંત્રી નવલસિંહ જાડેજા, જુમાભાઇ રાયમા, આદમભાઇ ચાકી, માજી ધારાસભ્ય વાલજીભાઇ દનિચા, કચ્છ જિલ્લા અ.નુ. રામજીભાઇ દાફડા, મહામંત્રી કચ્છ જિ.અ.નુ. પ્રાણલાલ નામોરી, ઉ.પ્ર. કચ્છ જી.અ.નુ. ગાભુભાઇ વણકર, ખીમજીભાઇ થારૂ, નારણભાઇ સોંધરા, આઇશુબેન સમા, મનોરમાબેન સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પણ આઘાતજનક ઘટનાને તમામ ગુજરાતીઓ માટે શરમજનક બીના ગણાવી છે. જેવું કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત નક્કી થઇ કે, તરત ગુજરાતના મુખ્યમંત્રીએ દલિત પરિવાની મુલાકાત લેવાનું સૂજ્યું. ભાજપ સરકારે કાનૂની કાર્યવાહીમાં સદંતર બેદરકારી રાખી હોવાનું પણ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

બીજીબાજુ નખત્રાણા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિના રવિલાલ નામોરી દ્વારા કહેવાતા ગૌસેવકો દ્વારા ઉનાના દલિતો ઉપર જે અત્યાચારી કૃત્ય કરાયું છે, તેને હરગીઝ સહન કરી શકાય એમ નથી અને કૃત્ય કરનારા કસૂરવારો સમક્ષ કડક હાથે કામ લેવાની માંગ કરાઇ છે.

અંજારના ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ગ્રૂપના પ્રમુખ મંગલજી હરજી ડુંગળિયાએ પણ દલિતો વિરુદ્ધના અત્યાચારને સખત શબ્દોમાં વખોડી કાઢી તંત્રને જવાબદારોને કડક નશ્યત કરવા અપીલ કરી છે. ભચાઉના લાઇફ કેર એકેડેમી ટ્રસ્ટના પ્રમુખ મયુર માલકિયા, વિશાલ સુદાણી, કેશવ મચ્છોયાએ પણ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.

દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં ભુજ અને લાકડિયામાં વિરોધ રેલી યોજાઇ હતી. જેમાં રાજ્યકીય-સામાજિક આગેવાનો જોડાયા હતા.

RPI-અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિનો વિરોધ

રિપબ્લિકનપાર્ટી ઓફ ઇન્ડિયા અને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ પણ ગૌરક્ષકના નેજા હેઠળ ચાલતી ગુંડાગીરી સામે પગલાં ભરવા માગણી કરી વિરોધ નોંધાવ્યો છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ જુમા રાયમાએ જણાવ્યું હતું કે, ગૌરક્ષકોએ દલિત સમાજના લોકો હુમલો કર્યો છે. ગૌરક્ષાના નામે અમાનવીય કૃત્ય કરીને ઇન્સાનિયતને લજવી છે.

ગાંધીધામમાંઆપ દ્વારા પણ વિરોધ

ગાંધીધામનીઆમ આદમી પાર્ટી દ્વારા બુધવારે ઓસ્લો સર્કલથી રેલી યોજી દલિતોના દમનનો વિરોધ કર્યો હતો. ગાંધીધામ મામલતદારને આવેદનપત્ર પાઠવી આરોપીઓ વિરુદ્ધ શખ્સ કાર્યવાહી કરવા માગણી કરી હતી.

લાકડિયામાં રેલી નીકળી, ધંધા-રોજગાર બંધ રખાયા

ભચાઉતાલુકાના લાકડિયા ગામે સમસ્ત દલિત સમાજના ભાઇઓ અને બહેનો તથા કોલી સમાજ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ મોટી રેલી યોજીને કડક શબ્દોમાં વખોડ્યો હતો. લાકડિયા ગામેથી નીકળેલી રેલીમાં દલિત સમાજ, કોળી સમાજ અને મુસ્લિમ સમાજે પોતાના રોજગાર-ધંધા બંધ રાખી રેલીમાં જોડાયા હતા. સરપંચ વસરામભાઇ વાણિયા તથા વાગડ વિવિધલક્ષી મંડળના પ્રમુખ વિષ્ણુભાઇ શેખા, મુસ્લિમ અગ્રણી અલીભાઇ રાઉમા, ભાણજીભાઇ ડુંગરિયા, બાબુભાઇ વાઘેલા (આધોઇ), કોળી સમાજના અગ્રણીઓએ બનાવને સખત શબ્દોમાં વખોડ્યો હતો. પોલીસ સ્ટેશનમાં આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.

નલિયામાં આજે ભચાઉમાં કાલે દલિત સમાજની રેલી નીકળશે

દલિતોનેથઇ રહેલા અત્યાચારનો વિરોધ કરવા અને ન્યાય અપાવવાના મામલે વિવિધ શહેરોમાં રેલીનું આયોજન કરાયું છે. અબડાસા તાલુકા મહેશ્વરી સમાજ સંગઠન-નલિયા દ્વારા 21મીએ નલિયામાં સવારે 10 વાગ્યે આંબેડકર સર્કલથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને આવેદનપત્ર અપાશે. ભચાઉ તાલુકાના દલિત સમાજ દ્વારા 22મીએ મુખ્ય બજારમાં રેલી નીકળશે અને મુખ્ય અધિકારીને આવેદનપત્ર અપાશે.

મુન્દ્રા બપોર બાદ બંધ આંશિક સફળ

સમઢિયાળામાંદલિત યુવાનો પર કથિત ગૌરક્ષકોએ કરેલા હુમલાને વખોડતા મુન્દ્રા મહેશ્વરી મેઘવાળ સમાજે પોલીસ અને તંત્રને આવેદન પાઠવી દલિતો પર થતા અત્યચારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી કસૂરવારોને સજા આપવાની માંગ કરી છે. બુધવારે ગુજરાત બંધના એલાનને સફળ બનાવાની વેપારીઓને અપિલ કરવા સમાજના યુવાનોનું ટોળું શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું. બપોર બાદ બંધને આંશિક સફળતા સાંપડી હતી. સમાજના પ્રમુખ કાનજી સોંધરાએ પીડિતોના પરિવારને યોગ્ય ન્યાય મળે અને ફરી આવા બનાવો અટકે તેના સંદર્ભે સ્થાનિકેથી દેખાવો કરાયા હોવાનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.

રાપરમાં પણ દલિત સમાજ દ્વારા દેના બેંક ચોકથી રેલી સ્વરૂપે રાપર મામલતદાર કચેરીએ દલિત સમાજ દ્વારા આવેદનપત્ર નાયબ મામલતદાર મહેશ ઠક્કરને આપી ભોગ બનેલાઓને ન્યાય મળે તેવી માગણી કરતું આવેદન આપ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પીએસઆઇ એસ.જી. ખાંભલા, જે.જે. ચૌધરી, એચ.એ. દેસાઇ વગેરેએ ગોઠવ્યો હતો. ગુજરાત બંધના એલાનમાં રાપર ખુલ્લું રહ્યું હતું.

રાપરમાં ન્યાય મળે તેવી માગણી ઉઠાવાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો