Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરહદી ખડીર પંથકના યુવાનો પગીવિદ્યા જાણી, પારંગત બને
કચ્છનાદુર્ગમ એવા ખડીર બેટ વિસ્તારમાં મંગળવારે પૂર્વ કચ્છના એસ.પી. દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામોમાંથી લોકો ઉમટી પડ્યા હતા. તકે એસ.પી.એ લુપ્ત થતી જતી પગી વિદ્યામાં નવા યુવાનોને વડીલ વર્ગ પાસેથી જાણકારી મેળવી પારંગતતા કેળવવા અનુરોધ કર્યો હતો. લોકોએ પોલીસ તરફથી કોઇ ફરિયાદ હોવાનું મંતવ્યોમાં જણાવ્યું હતું.
પોલીસ દ્વારા ખડીર ખાતે આયોજીત કાર્યક્રમમાં એસ.પી. ભાવનાબેન પટેલે ઉપસ્થિત આગેવાનો સાથે લંબાણ પૂર્વક ચર્ચા કર્યા બાદ જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારમાં કોઇ પણ જાતની શંકાસ્પદ હિલચાલ થાય તે માટે સરહદ પર રહેતા લોકોએ સંત્રીની જવાબદારી પણ નિભાવવી આવશ્યક છે.
જો કોઇને પણ કંઇ પણ અજુગતું લાગે, શંકા ઉપજે એવું કાંઇ પણ દેખાય કે લાગે તો તરત પોલીસને જાણ કરવામાં આવશે તો પોલીસ તરત ઘટતાં પગલાં લેશે અને રીતે લોકોના સહકારથી કોઇ પણ પ્રકારની ભેદી પ્રવૃત્તિઓ ડામી દેવામાં આવશે. તેમણે અનુરોધ કરતાં જણાવ્યું કે પગી વિધ્યામાં પારંગત લોકોની સંખ્યા ઘટતી જાય છે તબક્કે યુવકોએ વડીલો અને જાણકાર વર્ગ પાસેથી વિધ્યા શીખી તેમાં પારંગત બનવું આવશ્યક છે. કારણ કે, વિસ્તારમાં પગીઓની સેવા દુર્લભ બની જાય તે જરૂરી નહી પણ અનિવાર્ય પણ છે.
પ્રસંગે ગઢડા, ધોળાવીરા, અમરાપર વગેરે ગામોમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસના અભિગમને બિરદાવી રચનાત્મક સૂચનો પણ કર્યા હતા. પોલીસ તરફથી કોઇ પ્રશ્ન હોવાનુ઼ આગેવાનો જણાવી, પોલીસના પ્રયાસો બિરદાવ્યા હતા.