Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » ભુજ અને ભચાઉ પાલિકાને અગિયાર માસના કરારથી મુખ્ય અધિકારી મળશે

ભુજ અને ભચાઉ પાલિકાને અગિયાર માસના કરારથી મુખ્ય અધિકારી મળશે

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:10 AM

ભુજ અને ભચાઉ નગરપાલિકામાં પૂર્ણકાલિન મુખ્ય અધિકારી નથી, જેથી અગિયાર માસના કરારથી મુખ્ય અધિકારી નિમવા માટે અરજીઓ...

  • ભુજ અને ભચાઉ પાલિકાને અગિયાર માસના કરારથી મુખ્ય અધિકારી મળશે
    ભુજ અને ભચાઉ નગરપાલિકામાં પૂર્ણકાલિન મુખ્ય અધિકારી નથી, જેથી અગિયાર માસના કરારથી મુખ્ય અધિકારી નિમવા માટે અરજીઓ મંગાવાઈ હતી. જેમને સોમવારે ઈનટર્વ્યૂ માટે બોલાવાયા હોવાના હેવાલ છે.

    ભુજ અને ભચાઉ નગરપાલિકામાં રાપરના મુખ્ય અધિકારી મેહુલ જોધપુરાને ઈનચાર્જ સીઓનો વધારો હવાલો સોંપાયો છે. જેઓ ત્રણ નગરપાલિકામાં પૂરતો સમય આપી નથી શકતા, જેથી સુધરાઈના અગત્યના કામો અટકી ગયા છે. જે બાબતને ધ્યાને લઈ કલેકટર કચેરી સ્થિત જિલ્લા નગરપાલિકાઓ મુખ્ય અધિકારી દ્વારા 11 માસના કરાર ઉપર મુખ્ય અધિકારીની નિમણૂક કરવા માટે નિવૃત મામલતદાર, નિવૃત નાયબ મામલતદાર અને અનુભવીઓ પાસેથી અરજીઓ મંગાવાઈ હતી. જેમને સોમવારના ઈનટર્વ્યૂ માટે બોલાવાયા છે. જોકે, નિવૃત મામલતદાર અને નિવૃત નાયબ મામલતદાર નગરપાલિકાના વહીવટનો અનુભવ ધરાવતા ન હોવાથી તેમના દ્વારા નગરપાલિકાઓ વહીવટ પાટે ચડશે કે બદથી બદતર થઈ જશે એ એક પ્રશ્ન છે. હકીકતમાં જેઓ શહેરની ભૌગોલિક સ્થિતિ અને વસ્તીથી વાકેફ હોય. નગરપાલિકાની દરેક શાખાનો બહોળો અનુભવ ધરાવતા હોય તેમને નિમણૂક આપવાની જરૂર છે, જેથી દિવસોદિવસ કથળેલી સ્થિતિ ઉપર અંકુશ રાખી શકે. જોકે, એવા ક્યા અનુભવીએ અરજી કરી છે તે જાણવા મળ્યું નથી, પરંતુ નગરપાલિકાના જ કોઈ કર્મચારીને બોલાવાયા હોવાના હેવાલ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending