Home » Gujarat » Bhuj » Rapar » બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તા. 9/3ના સંસ્કારનગર ખાતે વાલી સંમેલનનું આયોજન

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તા. 9/3ના સંસ્કારનગર ખાતે વાલી સંમેલનનું આયોજન

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:10 AM

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તા. 9/3ના સંસ્કારનગર ખાતે વાલી સંમેલનનું આયોજન ભુજ : ભુજ સ્વામિનારાયણ...

 • બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તા. 9/3ના સંસ્કારનગર ખાતે વાલી સંમેલનનું આયોજન
  બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તા. 9/3ના સંસ્કારનગર ખાતે વાલી સંમેલનનું આયોજન

  ભુજ : ભુજ સ્વામિનારાયણ મંદિર બીએપીએસ સંસ્થા દ્વારા તા.9/3 શુક્રવારના રાત્રે 9:30થી 11 દરમિયાન સુધી વાલી સંમેલન આયોજન કરાયું છે, જેમાં વર્તમાન સ્થિતિમાં બાળકોને ટીવી અને મોબાઇલના થતા ઉપયોગથી થતાં નુકશાન અને વાલી દ્વારા બાળકોના સંસ્કાર કેમ્પ સીચન કરવા તે અંગે પ્રમુખ સ્વામી મારાજ પ્રેરીત વીડીયો અને સંતોના પ્રવચન સહિતના કાર્યક્રમ સંસ્કારનગર ગરબી ચોક ખાતે રાખવામાં આવેલ છે.

  રવિવારે ભુજમાં ચેસ હરીફાઈ યોજાશે

  ભુજ : રવિવાર ને તા.11/03/2018ના બપોરના 1.00 કલાકેે સનરાઈઝ ટાવર ,યસ બેન્ક ની ઉપર ,PGVCLસામે કોઈ પણ ઉમર ના સમગ્ર કચ્છના બાળકો અને યુવક યુવતીઓ માટે ચેસ હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સ્વિસ પદ્ધતિ થી સ્પર્ધા યોજાશે .1 થી 10 નંબર સુધી ના કુલ 20 વિજેતાઓને ટ્રોફી અને મેડલ અપાશે. તેમજ સર્વે ને પ્રમાણપત્ર આપવામાં આવશે તા.10 માર્ચ સુધી નામ સિટી ચેસ કલબ માં રજીસ્ટ્રેશન કરાવી શકાશે.બોય ગર્લ્સ ની અલગ અલગ કેટેગરી રાખવામાં આવી છે, ઓપન કેટેગરી ની સ્પર્ધા હોઈ કોઈ પણ જન્મતારીખ ધરાવતી વ્યક્તિ સ્પર્ધા માં સામેલ થઈ શકશે.ચેસ સેટ અને ચેસ કલોક (હોય તો) સાથે રાખવા.વધુ વિગત માટે 99789 85800 ઉપર કોન્ટેક કરવો.

  હાજીપીર પદયાત્રીઓ માટે કેમ્પ

  ભુજ : સરપટ નાકા પુરુષોતમ બગીચા પાસે ભુજ ખાતે હઝરત હાજીપીર બાબા એકતા કેમ્પના પ્રમુખ પઠાણ આદમખાન મામદખાન દ્વારા તા.17/3થી તા.19/3 સુધી કોમી એકતા પ્રતીક હઝરત હાજીપીર બાબાનો ઉર્ષ પ્રસંગે તા.10/3થી તા.14/3ના કેમ્પ રાખવામાં આવેલ છે, જેમાં પગપાળા જતા યાત્રાળુઓ માટે આરામ, ચા, નાસ્તો, ભોજન, ઠંડાપીણા, છાસ, મેડિકલ સવલત, રાત્રિ રોકાણ વગેરેની સગવડો ઉપલબ્ધ કરવામાં આવશે.

  રાપર તાલુકાના રી-સર્વે થયેલ જમીનોની નોટીશની વહેંચણી બાદ વાંધા અરજી તથા બાકી નંબરોની માપણી

  ભુજ : રાપર તાલુકાના ધાણીથરમાં તા.૮/૩, પલાંસલા તા.૮/૩ થી ૯/૩, રવ મોટી અને રાપર મોટામાં તેમજ ગેડીમાં તા.૧૪/૩ના રી-સર્વે થયા બાદની નોટીશો ગામોમાં ખાતેદારોને વહેંચણી કરવામાં આવી છે. તથા સરકારી નંબરોની નોટીશ તલાટી દ્વારા બજાવવામાં આવી છે. આ નોટીસની જણાવેલ મુદત ૧૦ દિવસની પુરી થઇ ગયેલ છે. તેની સામે આવેલ વાંધાઅઅરજી તથા બાકી રહેતી જમીનની માપણી માટે ઉપર જણાવેલ ગામોમાં સરવે ટીમ સાથે કેમ્પ રાખેલ છે.

  માંડવી તથા અબડાસાના તાલુકાના ખેડૂતો પાસેથી ઘઉં લઘુતમ ટેકાના ભાવે નિગમ ખરીદી કરશે

  ભુજ : રાજય સરકાર દ્વારા ચાલુ રવિ માર્કેટીંગ સીઝન ૨૦૧૮-૧૯ માટે ઘઉંના ટેકાના ભાવ રૂ.૧૭૩૫ પ્રતિ કવીન્‍ટલ નકકી કરાયા છે. આગામી તા.૧૫/૩ થી ૩૧/૫ દરમ્‍યાન પુરવઠા નિગમ દ્વારા ઘઉંની પ્રાપ્‍તિ માટે એ.પી.એમ.સી.માંડવી તથા અબડાસા (નલીયા) શ્રી કચ્છી દશા ઓશવાલ જૈન જ્ઞાતિની વાડી ખાતે ખરીદ કેન્દ્રો તથા નિગમના દસ ગોડાઉન ખાતે ખરીદી શરૂ કરવામાં આવશે.

  રાજકોટ ખાતે આર્મી રેલી યોજાશે

  ભુજ : કચ્છના યુવાનો કે જેઓ પોતાની કારકિર્દી લશ્કરમાં બનાવવા માંગે છે તેવા કચ્છના ઉમેદવારો માટેની આર્મી રેલીનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આગામી તા. ૨૬-૦૪થી તા. ૦૫-૦૫ સુધી કરવામાં આવેલ છે. આ રેલીમાં ભાગ લેવા ઇન્છુંક ઉમેદવારોનું રજીસ્ટ્રેશન ઇન્ડિયન આર્મીની વેબસાઈટ www.joinindianarmy.nic.in પર ઓનલાઈન શરુ થઇ ગયેલ છે. ભાગ લેવા ઇચ્છુક તા. ૧૦-૪ સુધીમાં પોતાનું ઓનલાઈન રજી. વેબસાઈટ પર કરી લેવું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ