ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Rapar» સિંચાઇ, પાણી, ખેતી સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રભારી કચ્છ આવ્યા

  સિંચાઇ, પાણી, ખેતી સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રભારી કચ્છ આવ્યા

  DivyaBhaskar News Network | Last Modified - Feb 19, 2018, 04:10 AM IST

  કચ્છના પ્રભારી સચિવ જે.પી.ગુપ્તાએ આજે ભુજ ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી સિંચાઇ, પાણી, ખેતી,...
  • સિંચાઇ, પાણી, ખેતી સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રભારી કચ્છ આવ્યા
   સિંચાઇ, પાણી, ખેતી સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રભારી કચ્છ આવ્યા
   કચ્છના પ્રભારી સચિવ જે.પી.ગુપ્તાએ આજે ભુજ ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી સિંચાઇ, પાણી, ખેતી, શિક્ષણ,આરોગ્ય સહિતના પ્રશ્નોની પ્રેઝન્ટેશનથી જાણકારી મેળવી વિભાગવાર વન-ટુ-વન ચર્ચા કરી સમીક્ષા હાથ ધરી હતી.

   ગુપ્તાએ ચુંટણીના કારણે વહીવટીતંત્રનાં કાર્યોમાં આવેલ વચગાળાનો ગેપને ફરીથી અગાઉની જેમ જાળવી રાખવા સાથે અગાઉના પ્રશ્નોએ સમયબધ્ધ રીતે આગળ વધવા વિભાગના અધિકારીઓની મોડી સાંજ સુધી અલગ-અલગ મેરેથોન બેઠકો યોજી માર્ગદર્શન તો કયાંક ઢીલાશ બદલ કડક નિર્દેશો પણ આપ્યાં હતા.

   કલેકટર રેમ્યા મોહને ભુજ ખાતે ટાઉનહોલમાં વહીવટી તંત્ર અને મુક-બધીર મંડળ તેમજ એનજીઓ અને કોર્પોરેટના સમન્વયથી કચ્છ-સૌરાષ્ટ્રના મુકબધીરો માટે મેરેજ પાર્ટનર મેળવવા આગામી ૧૮મી માર્ચે આયોજિત થનારા કાર્યક્રમમાં સહયોગ આપવા, એસ.ટી. બસ સ્ટેશન ખસેડાતા મીડલ સ્કૂલ ડાયેટ પાસે પીકઅપ સ્ટેન્ડ બનાવવાના પ્રશ્ને પણ ચર્ચા-વિચારણા કરી હતી.

   સમગ્ર જિલ્લામાં સરકારી કચેરીમાં કરાયેલ ભરતીનું સમગ્ર જિલ્લાનું ચિત્ર વિધાનસભા ફલોર સુધી પહોંચાડી શકાય તે માટે રોજગાર વિનિમય કચેરીને તમામ વિભાગો દ્વારા આંકડાકીય વિગતો આપવા, મમુઆરા ગામે નાની સિંચાઇના તળાવ સાઇટમાં ખનીજ લીઝથી તળાવને નુકશાન અટકાવવા, એટીવીટીના ચાલુ વર્ષે હાથ ધરાનારા કામોનું આયોજન કરવા, સરકારી લેણાંની વસુલાતમાં ગતિ લાવવા, રાપર અને લખપત વિકાસશીલ તાલુકા માટે સ્કીલ ડેવલપમેન્ટ, આરોગ્ય વિષયક યોજનાને અગ્રતા આપવા નિર્દેશો આપ્યા હતા.

   અધિક કલેકટર ડી.આર.પટેલે નાગરિક અધિકારપત્ર અને ઓનલાઇન ડેટા એન્ટ્રી માટે વિવિધ વિભાગોને તાકીદ કરી હતી. પડતર તુમાર અને પેન્શન કેસોના ઝડપી નિકાલ લાવવા, લોકાર્પણ-ખાતમુહુર્ત કરવાના કામોની યાદી તાકીદે આપવા સંબંધિત કચેરીઓને સૂચના આપવા હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સિંચાઇ, પાણી, ખેતી સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રભારી કચ્છ આવ્યા
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `