Home » Gujarat » Bhuj » Rapar » રાપર-ભચાઉમાં સતાનું પુનરાવર્તન કે પરિવર્તન: આજે આવશે ફેંસલો

રાપર-ભચાઉમાં સતાનું પુનરાવર્તન કે પરિવર્તન: આજે આવશે ફેંસલો

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 04:10 AM

વાગડના રાજકિય માહોલમાં ભારે ઉત્કંઠા જગાવનાર રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં...

 • રાપર-ભચાઉમાં સતાનું પુનરાવર્તન કે પરિવર્તન: આજે આવશે ફેંસલો
  વાગડના રાજકિય માહોલમાં ભારે ઉત્કંઠા જગાવનાર રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયા બાદ આજે સોમવારે સવારથી મતગણતરીનો ધમધમાટ આરંભાશે. ત્યારે બન્ને પાલિકામાં સતાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન તે અંગેનો ફેંસલો આવી જતાં ઉત્કંઠાનો અંત

  આવી જશે.

  રાપરમાં 7 વોર્ડની 28 પૈકી 12 બેઠક બીનહરીફ થયા બાદ શનિવારે 5 વોર્ડની 16 બેઠક માટે 61.25 ટકા જેટલું ભારે મતદાન નોંધાયું હતુ઼. અહી મતદાનના દિવસે ઘટેલી ઘટનાના પગલે મતગણતરીના સ્થળે કોઇ અઘટિત ઘટના ન ઘટે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા કરાતા જીતના દાવામાં કોણ સાચું ઠરશે તેના રહસ્યનો પડદો આજે ઉંચકાઇ જશે.

  તો ભચાઉમાં 28 બેઠક માટે 63 ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયા બાદ ઇવીએમમાં કેદ થયેલું ભાવિ ભાજપની તરફેણમાં આવશે કે કોંગ્રેસની તેની ઉત્કંઠાનો અંત આજે મતગણતરી બાદ આવી જશે. બન્ને પાલિકા માટે સવારે 9 વાગ્યાથી મતગણતરી આરંભાશે. બપોરે 12 વાગ્યા સુધી તમામ પરિણામ આવી જવાની સંભાવના ચુંટણી શાખાના સુત્રોએ વ્યકત કરી છે.

  ચૂંટણીના પરિણામોને લઇ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને સંતોકબેન આરેઠિયાની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગેલી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ