Home » Gujarat » Bhuj » Rapar » ભચાઉ નજીક 2.4ની તિવ્રતા સહિતના 3 કંપન અનુભવાયા

ભચાઉ નજીક 2.4ની તિવ્રતા સહિતના 3 કંપન અનુભવાયા

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 04:10 AM

વિતેલા સપ્તાહ દરમિયાન 3થી ની તિવ્રતાના 2 કંપનથી ધ્રુજી ઉઠેલા ભચાઉમાં હળવા કંપન અનુભવવાનો સીલસીલો યથાવત રહ્યો છે....

  • ભચાઉ નજીક 2.4ની તિવ્રતા સહિતના 3 કંપન અનુભવાયા
    વિતેલા સપ્તાહ દરમિયાન 3થી ની તિવ્રતાના 2 કંપનથી ધ્રુજી ઉઠેલા ભચાઉમાં હળવા કંપન અનુભવવાનો સીલસીલો યથાવત રહ્યો છે. ત્યારે રવિવારે ભચાઉ નજીક કેન્દ્રબિંદુ ધરાવતા 3 હળવા કંપનથી ધરતી ધ્રુજી ઉઠી હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીએથી મળેલી માહિતી અનુસાર ભચાઉ નજીક કેન્દ્રબિંદુ ધરાવતા આ કંપનની રિકટર સ્કેલ પર તિવ્રતા 2.4,1.9 અને 1.8ની આંકવામાં આવી હતી. રાબેતા મુજબ આ તમામ કંપનોની ખુબ અલ્પ માત્રામાં અનુભુતિ થવા પામી હતી. તો વિતેલા સપ્તાહની વાત કરીએ તો વાગડ ફોલ્ટના રાપર, ભચાઉ, ધોળાવીરા ઉપરાંત ખાવડા નજીક કેન્દ્રબિંદુ ધરાવતા કુલ્ હળવા કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયા હતા. આ 17 કંપનમાં 11 તારીખે ભચાઉ પાસે અનુભવાયેલા 3.3 અને 15 તારીખે 3.2ની તિવ્રતા ધરાવતા આંચકાનો પણ સમાવેશ થાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ