તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાપરમાં 300 વિદ્યાર્થિનીઓ જુડો કરાટેના દાવ પેચ શીખશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપરમાં 300 વિદ્યાર્થિનીઓ જુડો-કરાટેના દાવ પેચ શીખશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહિલાઓપણ સ્વરક્ષણ કરી શકે તે હેતુ સાથે પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા શરૂ કરાયેલાં અભિયાન અંતર્ગત રાપરમાં જુડો-કરાટેની 15 દિવસીય તાલીમનો આરંભ કરાયો હતો, જેમાં સ્કૂલ કોલેજોની 300 જેટલી વિદ્યાર્થિનીઓ જોડાઇ હતી. તકે બહેનોને પોલીસમાં જોડાવવા હાકલ કરાઇ હતી.

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા એન.પી. મહેતા કોલેજ પરિસરમાં શરૂ થયેલા કેમ્પને સંબોધતાં પૂર્વ કચ્છના એસપી ભાવનાબેન પટેલે દીકરીઓ બે કૂળ તારે તે કહેવતનો ઉલ્લેખ કરતાં મહિલાઓ માટે જે અનામતનો લાભ મળ્યો છે, તેને પગલે પોલીસમાં જોડાવવા હાકલ કરી હતી.

બહેનોને રંજાડવાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે જુડો-કરાટે જેવી તાલીમ ઉપયોગી બની રહે છે તેમ તેમણે ઉમેર્યું હતું. પીએસઆઇ એસ.જી. ખાંભલા, એચ.એસ. આચાર્ય, હીરાભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કોચ તરીકે પિયૂષભાઇએ સેવા આપી હતી. સંચાલન અને આભારવિધિ શિવજી મંગેરિયાએ કરી હતી.

વિદ્યાર્થીનીઓને જૂડો અને કરાટે શીખવવાના તાલીમનું દીપ પ્રાગટ્ય તથા બીજી તસવીરમાં કરાટે શીખાડતા શિક્ષક.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો