તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાપર તાલુકામાં 88 પ્રાથમિક શિક્ષકો શાળાએ જતા નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપર તાલુકામાં 88 પ્રાથમિક શિક્ષકો શાળાએ જતા નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાપરતાલુકામાં 217 વાંઢોમાંથી 70 અને 97 ગામોમાંથી 18 પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો શાળાના પગથિયા ચડતા નથી. કેળવણી નિરીક્ષકો, બીઆરસી, સીઆરસી પણ ‘ઘેર’હાજર રહેતા હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.

શિક્ષણ શાખાના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાપર તાલુકાના ગામડાઓની શાળાઓમાં રેગ્યુલર ચેકિંગ થતું નથી. જેથી મોટા ભાગની શાળાઓમાં શિક્ષકો ગાપચી મારી જાય છે. કેળવણી નિરક્ષકો, બીઆરસી, સીઆરસી ઘેર બેસી માત્ર કાગળ ઉપર ચેકિંગ રિપોર્ટ તૈયાર કરી નાખે છે. જોકે દરેક તાલુકામાં બીઆરસી અને સીઆરસી ઘેર રહેતા હોય છે. તાલુકા શિક્ષણાધિકારી કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ મોકલવાના રિપોર્ટ પણ નિયમિત મોકલતા નથી હોતા. જેથી વહીવટી કામગીરી વિલંબમાં પડી જતી હોય છે.

પલાસવા બેઠકના સદસ્ય ઉચ્ચ કક્ષાએ માંગ કરશે

રાપરતાલુકા પંચાયતના પલાસવા બેઠકના સદસ્ય લખમણભાઇ સોલંકીએ પણ જણાવ્યું હતું કે, વારંવારની ફરિયાદો અને જાત નિરીક્ષણ કર્યા બાદ ફરિયાદોમાં તથ્ય જણાયું છે. જેથી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનો છું.

સતત5 માસથી દરેક શિક્ષકો વારાફરતી ગેરહાજર

અઠવાડિયાપહેલા સેવાભાવી સંસ્થા દ્વારા શિક્ષણ કીટ વિતરણ કરાઇ રહી હતી ત્યારે એક તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીએ ભાંડો ફોડ્યો હતો. જેમાં આચાર્યએ પોપટની જેમ બોલીને કહ્યું હતું કે, છેલ્લા 5 માસ સતત શિક્ષકો વારાફરતી એક એક મહિનો ગેરહાજર રહે છે. આવી 22 વાંઢો છે. ગેરહાજરોની હાજરી પૂરવા ‘વ્યવહાર’ થઇ રહ્યાની પણ કબૂલાત કરી હતી.

માનગઢમાંરજા રિપોર્ટ મૂક્યા વગર નથી આવતા

માનગઢઢુવા ગામના પ્રાથમિક શાળાના આચાર્યએ તો લેખિતમાં જણાવ્યું હતું કે, 4 શિક્ષકોની જગ્યા છે. જેઓ રજા રિપોર્ટ મૂક્યા વગર ગેરહાજર રહે છે.

કેળવણી નિરીક્ષકો, બીઆરસી, સીઆરસી પણ ‘ઘેર’હાજર રહે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો