તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજથી જિલ્લા વિકાસ અધિકારીની દરેક તાલુકાની ફિલ્ડ વિઝિટનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી જિલ્લા વિકાસ અધિકારીની દરેક તાલુકાની ફિલ્ડ વિઝિટનો પ્રારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છજિલ્લા વિકાસ અધિકારી દ્વારા આજથી છએ તાલુકાની ક્રમશ: ફિલ્ડ વિઝીટ લેવાશે. જેમાં તલાટી કમ મંત્રીઓ સાથે બેઠક અને ત્યારબાદ કચેરીના કર્મચારીઓને છેલ્લા 1 વર્ષમાં સોંપાયેલી કામગીરીની સમીક્ષાનો કાર્યક્રમ પણ રખાયો છે.

જિલ્લા વિકાસ અધિકારી સી. જે. પટેલ 17મી જુલાઇના નખત્રાણા, 20મી જુલાઇના ભચાઉ, 21મી જુલાઇના રાપર, 22મી જુલાઇના દયાપર, 26મી જુલાઇના નલિયા અને 29મી જુલાઇના ભુજ તાલુકા વિકાસ પંચાયતની ક્રમશ: મુલાકાતે જવાના છે. જેમાં સવારે 10થી 12.30 સુધી તલાટી કમ મંત્રીઓ સાથે બેઠક યોજાશે. ત્યારબાદ કચેરીના કર્મચારીઓ સાથે બેઠક યોજાશે. ત્યારબાદ તાલુકાના ગામોની ફિલ્ડ વિઝીટનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યો છે. જેથી દરેક તાલુકા વિકાસ અધિકારીને એજન્ડા મુજબના તમામ મુદ્દાઓની અદ્યતન વિગતોની ફાઇલો તૈયાર રાખવાની સૂચના આપી દેવાઇ છે. જેના પગલે દરેક તાલુકા પંચાયત કચેરીમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે.

તલાટી કમ મંત્રીઓની બેઠકમાં છેલ્લા 1 વર્ષની કામગીરીના મૂલ્યાંકનની સમીક્ષા, શૌચાલય સંબંધી તમામ વિગતો, ઇન્દિરા આવાસ યોજના, સરદાર આવાસ યોજના, મનરેગા, ફોટો અપલોડની કામગીરી, આધાર સીડીંગ, ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થી, ગ્રામ પંચાયત બિલ્ડીંગોની સમીક્ષા, વસુલાત, લોકલફંડ ઓડિટ પારા જેવા એજન્ડા પર રિવ્યૂ લેવામાં આવશે.

કર્મચારીઓનીમીટિંગમાં સેવાપોથી નિભાવની સમીક્ષા

કર્મચારીનેસુપ્રત થયેલી છેલ્લા 1 વર્ષની કામગીરીની સમીક્ષા, લોકલ ફંડ, એ.જી. ઓડિટ, પી.આર.સી. પારાની સમીક્ષા, ખાતાકીય, પ્રાથમિક તપાસના પડતર કેસોની સમીક્ષા, કર્મચારીઓની સેવાપોથી નિભાવ, જાળવણી અને અધ્યતન નોંધોની સમીક્ષા, એક કર્મચારીની દફતર તપાસણી, બાકી પેન્શન કેસોની સમીક્ષા, ઉચ્ચતર પગાર ધોરણના બાકી કેસો, ખાનગી અહેવાલની સ્થિતિ, જી.કે.એમ., આઇએવાય, શૌચાલય, નારેગા પેમેન્ટ, ડેટા એન્ટ્રી જેવા એજન્ડા પર રિવ્યૂ લેવામાં આવશે. જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટરને પણ હાજર રહેવાનું રહેશે.

માતાનામઢમાં દુધ સંજીવની યોજના કાર્યક્રમમાં હાજરી

મહિલાબાળ વિકાસ અને યુવા પ્રવૃતિ અંતર્ગત આઇ.સી.ડી.એસ.ના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અલ્પાબેન જૈનના માર્ગદર્શન હેઠળ માતાનામઢમાં લોહાણા મહાજન વાડી ખાતે આજે મંગળવારના સવારે 11 વાગ્યે દુધ સંજીવની યોજનાનું આરંભ થવાનું છે. જેમાં જિલ્લા વિકાસ અધિકારી સી.જે.પટેલ હાજરી પુરાવશે. તકે જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન જયંત માધાપરીયા, ભુજ ડેપ્યુટી કલેકટર મધ્યાહન ભોજનના નોડલ ઓફિસર શીતલબેન પટેલ ઉપસ્થિત રહેશે. પહેલા રાપરમાં પણ દુધ સંજીવની યોજનાનું સોમવારના આરંભ કરાયો હતો.

જુદા-જુદા વિકાસકામો અને એજન્ડાનું મૂલ્યાંકન કરાશે

કર્મચારીઓને છેલ્લા 1 વર્ષમાં સોંપાયેલી કામગીરીનો એજન્ડા રિવ્યૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો