Home » Gujarat » Bhuj » Rapar » ‘પોલીસ પ્રજાનો મિત્ર છે, પણ લોકોનો સહકાર એટલોજ આવશ્યક’

‘પોલીસ પ્રજાનો મિત્ર છે, પણ લોકોનો સહકાર એટલોજ આવશ્યક’

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 04:05 AM

પોલીસ પ્રજાની મિત્ર છે પણ તેના માટે જે તે વિસ્તારના લોકોનો સહયોગ ખૂબજ આવશ્યક છે તેમ બોર્ડર રેન્જના આઇજીએ રાપર...

  • ‘પોલીસ પ્રજાનો મિત્ર છે, પણ લોકોનો સહકાર એટલોજ આવશ્યક’
    પોલીસ પ્રજાની મિત્ર છે પણ તેના માટે જે તે વિસ્તારના લોકોનો સહયોગ ખૂબજ આવશ્યક છે તેમ બોર્ડર રેન્જના આઇજીએ રાપર તાલુકાના બાલાસરમાં પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતાં કહ્યું હતું.

    પ્રાંથળ વિસ્તારની વર્ષો જૂની માગણી સંતોષાતાં બાલાસરને ફાળવાયેલાં પોલીસ સ્ટેશનના ઉદ્દઘાટન વેળાએ યોજાયેલા સમારોહને સંબોધતાં બોર્ડર રેન્જના આઇજી પીયૂષ પટેલે જણાવ્યું હતું કે, સામાજિક બદીઓનો ભોગ નિર્દોષ લોકો ન બને તે જોવાની જવાબદારી પોલીસની છે પણ તેના માટે લોક સહકાર આવશ્યક છે. ઉપસ્થિતોને આવકારતાં પૂર્વ કચ્છના પોલીસ વડા ભાવનાબેન પટેલે કહ્યું હતું કે, લોક સહકાર થકી કાયદાના રક્ષકોને કામ કરવાની પ્રેરણા મળે છે.

    આ પ્રસંગે ડીવાયએસપી રાકેશ દેસાઇ, રાપર પીઆઇ વી. પી. જાડેજા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, બચુભાઇ આરેઠિયા, હઠુભા સોઢા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવા પોલીસ સ્ટેશન માટે જગાજી દાદાના સેવકોએ જગ્યા ફાળવી છે.

    26નો સ્ટાફ, 21 ગામનો સમાવેશ

    નવા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ સંદીપ ખાંભલાને નિમણૂક અપાઇ છે. તેમની સાથે 26 કર્મચારીઓ ફરજ બજાવશે. બાલાસર પોલીસ સ્ટેશન હેઠળ બેલા આઉટ પોસ્ટ સહિતના 21 ગામોનો સમાવેશ કરાયો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending