• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • રાપર તાલુકા સરપંચ સંગઠનની રચના કરાઇ

રાપર તાલુકા સરપંચ સંગઠનની રચના કરાઇ

રાપર તાલુકા સરપંચ સંગઠનની તાજેતરમાં રચના કરવા માટે બેઠક બોલાવાઇ હતી જેમાં તાલુકાના વિવિધ ગામોના...

DivyaBhaskar News Network | Updated - Mar 29, 2018, 04:05 AM
રાપર તાલુકા સરપંચ સંગઠનની રચના કરાઇ
રાપર તાલુકા સરપંચ સંગઠનની તાજેતરમાં રચના કરવા માટે બેઠક બોલાવાઇ હતી જેમાં તાલુકાના વિવિધ ગામોના સુકાનીઓ-ઉપસુકાનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં સરપંચોને કનડતી વિવિધ સમસ્યાઓના નિવારણ અંગે ચર્ચા કરાઇ હતી. અલગ-અલગ સમિતિઓની રચના કરાઇ હતી અને પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને કામ કરવા આહ્વાન કરાયું હતું. પ્રમુખ તરીકે રામીબેન ભરવાડ(થોરીયારી), ઉપપ્રમુખ તરીકે દાનાભાઇ રાજપુત અને શંકરભાઇ, મહામંત્રી તરીકે અકબર રાઉમા(માણાબા) અને મંત્રી તરીકે ભગાભાઇ આહિરની સર્વાનુમતે વરણી કરાઇ હતી. આ વેળાએ નીલપરના ભીખુભાઇ સોલંકી, ફત્તેહગઢના મઘાભાઇ સહિતના સરપંચો-ઉપસરપંચો ઉપરાંત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
રાપર તાલુકા સરપંચ સંગઠનની રચના કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App