• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • રાપરના સણવામાં ખનીજચોરી કરતા તત્વો પર અંકુશ લાદો

રાપરના સણવામાં ખનીજચોરી કરતા તત્વો પર અંકુશ લાદો

DivyaBhaskar News Network

Mar 29, 2018, 04:05 AM IST
રાપરના સણવામાં ખનીજચોરી કરતા તત્વો પર અંકુશ લાદો
ખનીજચોરી કરતા તત્વો માટે કુખ્યાત એવા વાગડ વિસ્તારમાં ખનીજમાફિયાઓને કોઇનો ખોફ જ ન રહ્યો હોય તેમ તેઓ બીન્દાસ્તપણે ખનીજચોરી કરી પ્રાકૃતિક સંપદાને મોટું નુકશાન પહોંચાડી રહ્યા છે ત્યારે રારપના સણવામાં આવીજ વકરી ગયેલી ખનીજચોરીની બદી પર અંકુશ લાદવા માટે રજુઆત કરાઇ છે.

સણવામાં રહેતા મઢવી નથુભાઇએ આડેસર પોલીસને કરેલી રજુઆતમાં જણાવ્યા અનુસાર તેમના ખેતર નજીકથી કેટલાક માથાભારે શખસો લાંબા સમયથી માટીનું ગેરકાયદે ઉત્ખનન કરી ખનીજચોરી કરી રહ્યા છે. આ વિસ્તારના કેટલાક ખેડુતોએ વાડીમાં જવા માટે પોતાના ખર્ચે રસ્તાનું રિપેરીંગ કામ હાથ ધર્યું છે એ રસ્તા પર માટી ભરેલા વાહનો બેફામપણે દોડાવી મોટી નુકશાની પહોંચાડી રહ્યા છે.

આ બાબતે જયારે ખનીજચોરી કરતા તત્વોનું ધ્યાન દોરીએ છીએ ત્યારે તેઓ તો ધાકધમકી કરી થાય તે કરી લેવાની ધમકી આપે છે. જો તત્કાળ પગલાં નહિ ભરાય તો જો કોઇ અઘટીત ઘટના ઘટે તો જવાબદારી તંત્રની રહેશે તેવું પણ રજુઆતના પત્રમાં જણાવાયું છે.

X
રાપરના સણવામાં ખનીજચોરી કરતા તત્વો પર અંકુશ લાદો
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી