• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • પૂર્વ કચ્છ પોલીસ બેડામાં બઢતી પ્રક્રિયાથી કર્મીઓ ખુશખુશાલ

પૂર્વ કચ્છ પોલીસ બેડામાં બઢતી પ્રક્રિયાથી કર્મીઓ ખુશખુશાલ

પુર્વ કચ્છ પોલીસ બેડામાં પાંચ પીએસઆઇની આંતરીક બદલીઓ બાદ પ હેડ કોન્સ્ટેબલને એએસઆઇ તરીકે અને 5 પોલીસ કોન્સ્ટેબલને...

DivyaBhaskar News Network | Updated - Mar 29, 2018, 04:05 AM
પૂર્વ કચ્છ પોલીસ બેડામાં બઢતી પ્રક્રિયાથી કર્મીઓ ખુશખુશાલ
પુર્વ કચ્છ પોલીસ બેડામાં પાંચ પીએસઆઇની આંતરીક બદલીઓ બાદ પ હેડ કોન્સ્ટેબલને એએસઆઇ તરીકે અને 5 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તેમજ એક મહીલા પોલીસ કોન્સ્ટેબલને મહીલા હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતીનો હુકમ પુર્વ કચ્છ પોલીસવડાએ કરતાં કર્મીઓમાં ખુશહાલીનો માહોલ છવાયો હતો.

પુર્વ કચ્છ જિલ્લા પોલીસ કચેરીની કમીટી દ્વારા જે કર્મીઓએ સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોય અને 50 વર્ષની ઉંમર હોય તેવા 5 હેડ કોન્સ્ટેબલોને એએસઆઇ તરીકે હંગામી ધોરણે બઢતી આપી હાલની નિમણુક છે તે જ જગ્યાએ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે,તો 5 પોલીસ કો્નસ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઇ હતી તથા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને મહીલા હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઇ હતી.પુર્વ કચ્છ પોલીસ વડાએ જાહેર કરેલા આ નિર્ણયથી પુર્વ કચ્છ પોલીસબેડામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

કયા હેડ કોન્સ્ટેબલ એએસઆઇ બન્યા

જે હેડ કોન્સ્ટેબલને એએસઆઇ બનાવવામાં આવ્યા છે તેમાં ઇશ્વરગર રેવાગર ગુંસાઇ હાલની જગ્યા પોલીસ હેડક્વાર્ટર પ્રતી નિયુક્તિ કંડલા એરપોર્ટ, વિક્રમસિંહ જોરૂભા ઝાલા રાપર પોલીસ સ્ટેશન, મણીલાલ ઇશ્વરલાલ શ્રીમાળી,હાલની જગ્યા બી-ડિવિઝન પોલીસ સટેશન,પ્રતિ નીયુક્તિ એલઆઇબી, ચીમનભાઇ મંગળભાઇ તળવી,અંજાર પોલીસ સ્ટેશન, મગનભાઇ નામોરીભાઇ મતિયા,હાલની જગ્યા એ-ડિવિઝન પોલીસ સ્ટેશન,પ્રતિનિયુક્તિ ડી.પી.શાખાનો સમાવેશ થાય છે.

કયા પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બન્યા

કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવ્યા છે તેમાં વલ્લભભાઇ ગોકળદાસ બારીયા,સામખીયાળી પોલીસ સ્ટેશન, સુરેશભાઇ મોતીભાઇ સોલંકી,હાલની જગ્યા બી-ડિવિઝન પોલીસ સ્ટેશન,પ્રતિ નિયુક્તિ કંટ્રોલરૂમ, ગાંડાલાલ વિશ્રામભાઇ,સામખિયાળી પોલીસ સ્ટેશન, ગોવિંદ વિરજી,આદિપુર પોલીસ સ્ટેશન, ભરતસિંહ ટપુભા જાડેજા,હાલની જગ્યા ભચાઉ પોલીસ સ્ટેશન પ્રતિ નિયુક્તિ એમટી શાખા, પુષ્પાબેન મંછાજી દિયા,પોલીસ હેડ ક્વાર્ટર ગાંધીધામનો સમાવેશ થાય છે.

X
પૂર્વ કચ્છ પોલીસ બેડામાં બઢતી પ્રક્રિયાથી કર્મીઓ ખુશખુશાલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App