1

Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » ‘મહેફિલ’ની વીડિયો ક્લિપમાં મદદગારી બદલ ક્લાર્કની બદલી !

‘મહેફિલ’ની વીડિયો ક્લિપમાં મદદગારી બદલ ક્લાર્કની બદલી !

Divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 04:05 AM IST

સીસી ટીવી કેમેરામાં આબાદ રીતે મદીરા પાન કરતા ઝડપાયેલા ભચાઉ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરાયા બાદ...

  • ‘મહેફિલ’ની વીડિયો ક્લિપમાં મદદગારી બદલ ક્લાર્કની બદલી !
    સીસી ટીવી કેમેરામાં આબાદ રીતે મદીરા પાન કરતા ઝડપાયેલા ભચાઉ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરાયા બાદ વીડિયો ક્લિપ વાયરલ કરવા બદલ વ્હીસલ બ્લોઅર નાયબ ઇજનેર ડાભીને ફરજ મોકૂફ કરાયાથી સંતોષ ન હોય તેમ વીજ કંપનીએ સમગ્ર પ્રકરણમાં મદદગારી કરવાના કારણો આપીને રાપરની કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્કની ભીમાસર સબ ડિવિઝનમાં બદલી કરી નાખી છે. ‘ઉલટા ચોર કોટવાલ કો ડાંટે’ જેવી આ નીતિ ખુદ વીજ કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બની હોવાનું જાણવા મળ્યું છે.

    વીડિયોમાં કાર્યપાલક ઇજનેર જે. વાય. રાવ મહેફીલની જેમ દારૂનું સેવન કરતા હોવાનું જણાતાં કોર્પોરેટ કચેરીએ પ્રથમ તેમને ફરજ મોકૂફ કર્યા હતા. આ નિર્ણય કોઇને પણ ગળે ઉતરે તેવો હતો પરંતુ તેના બાદ મંગળવારે રાપર વીજ કચેરીના નાયબ ઇજનેરને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે. વીડિયો ક્લિપ વાયરલ કરવા માટે તેમની મુખ્ય ભૂમિકા હોવાથી શિસ્તભંગના પગલાં રૂપે ફરજ મોકૂફી સાથે બદલીનો આદેશ કરાયો હોવાનું ઇન્ચાર્જ એમડી જે. જે. ગાંધીએ જણાવ્યું હતું.

    વીજ કંપનીને આટલેથી સંતોષ થયો ન હોય એમ બુધવારે જુનિયર ક્લાર્ક નિર્મલસિંહ જાદવને રાપર કચેરીમાંથી ભીમાસર પેટા વિભાગમાં બદલી દેવાનો હુકમ કરાયો હતો. આ અંગે પૂર્વ કચ્છના વીજ વડા આર. ડી. મેઘાણીનો સંપર્ક સાધતાં તેમણે બદલીના ઓર્ડરને સમર્થન આપ્યું હતું. આ બદલી શા કારણોસર કરાઇ તેમ પૂછતાં ચકચારી વીડિયો ક્લિપ વાયરલ કરવામાં મદદગારી કરવા માટે નિર્ણય લેવાયો છે તેમ તેમણે જણાવ્યું હતું. આ કેસમાં દારૂ પીનારા અધિકારી રાવની તરફેણમાં એક રાજકારણીનું પ્રેશર હોવાથી પીજીવીસીએલ દ્વારા તેને તાબે થઇને નાયબ ઇજનેર ડાભીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને કલાર્કની બદલી કરવામાં આવી હોવાની પણ ચર્ચા થઇ રહી છે.

    ભચાઉના કાર્યપાલક ઇજનેર દારૂ પીતા હોવાનો વીડિયો ડાઉન લોડ કરનાર ક્લાર્ક પણ ઝપટમાં !

    વ્હીસલ બ્લોઅરને જ સજા

    પીજીવીસીએલની કચેરીમાં દારૂ પીતા અધિકારીની વીડિયો ક્લીપ વહેતી થયા પછી લોકલાજે રાવને સસ્પેન્ડ કરનારા વીજતંત્રે આવા દારૂડિયા અધિકારીની કલીપ વહેતી કરનારા કર્મચારીનું ગાંધીના ગુજરાતમાં જાહેર સન્માન કરવું જોઇએ તેને બદલે નાયબ ઇજનેર ડાભીને પણ દારૂ પીનારા જેવી જ સજા આપીને સસ્પેન્ડ કરાયા હતા અને જૂનિયર કલાર્ક જાદવની બદલી કરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા વ્હીસલ બ્લોઅર સાથે શું થઇ શકે છે તેનો આ એક દાખલો છે.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending