વિવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ

વિવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ

DivyaBhaskar News Network

Apr 08, 2018, 04:05 AM IST
વિવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ

તા ૦૮/૦૪ રાત્રે ૭.૩૦ થી ૯.૦૦ વાગ્યા સુધી દાદા ભગવાન પ્રેરિત સત્સંગ. દાદા ભગવાન સત્સંગ હોલ એકતાનગર ની સામે પોલીસ સ્ટેશન રોડ, રાપર મધ્યે તથા સાંજે ૪-૦૦થી ૫-૩૦ વાગ્યા સુધી અમીઝરા પાશ્વનાથ ગોરજી દેરાસર, બસ સ્ટેન્ડની બાજુમાં, મુન્દ્રા મધ્યે. સાજે ૫.૩૦ થી. ૭.૦૦ વાગ્યા સિદ્ધિ વિનાયાક કોમ્પ્લેક્ષ, આદીપુર, ગાંધીધામ, અંજાર સર્કલ, ટાગોર રોડ, રિલાય્ંસ પેટ્રોલ પંમ્પ પાસે, ગાંધીધામ મધ્યે અને સાંજે ૬ વાગ્યાથી સત્સંગ આશ્રમ ,તળાવ પાસે, માંડવી કચ્છ મધ્યે રહેશે.

ઔષધિય વનસ્પતિ વિશે જાણવા ઇચ્છુકો જોગ

ઔષધિય વનસ્પતિની ઓળખ થાય, જાણકારી મળે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો પ્રચાર પ્રસાર કરવો વિગેરે જેવી માહિતી માટે રચાયેલી ઔષધિય વનસ્પતિ જાગૃતિ સમિતિની બેઠક તા. ૮મી એપ્રિલ સવારે ૯-૩૦ થી ૧૧:૩૦ દરમિયાન મળનાર છે. રસ ધરાવનારાઓ કોઇપણ તેમાં જોડાઇ શકે છે. સ્થળ શ્રીરામકૃષ્ણ ટ્રસ્ટ, ચિંતનફાર્મ, આહિર સમાજવાડીની સામે, ભુજ-અંજાર હાઇવે, કુકમા ખાતે. મો. ૯૪૨૬૫૮૨૮૧૦.

બ્રહ્મસમાજ યુવક-યુવતીઓ માટે જીવનસાથી સંમેલન

અનુબંધ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત-મુબઇના સ્પેશયલ બ્રાહ્મણ જ્ઞાતિના ગ્રેજ્યુએટ તેમજ ઉચ્ચ ડીગ્રી ધરાવતા 500થી વધોર કુવાર ઉમેદવારો માટે જીવનસાથી પસંદગી મેળો તા.15/3ના મહેંદી નવાઝ જગ હોલ, શેફાલી સેન્ટર સામે, પાલડી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ ખાતે. ઇચ્છુક બાયોડેટા, ફોટો, જન્માક્ષરની ઝેરોક્ષ સાથે સંમેલનમા બપોરે 2 કલાકે હાજર રહેવું. વધુ માહિતી માટે મો.98251 85876.

આદિપુરમાં દરરોજ નિ:શુલ્ક મહિલા યોગ વર્ગ

પતંજલિ યોગ સમિતિ કચ્છ દ્વારા ઓંમ મંદિર ટ્રસ્ટના સહયોગથી, મંદિરના સત્સંગ હોલમાં ,સેન્ટ જેવિયર્સ સ્કુલ ની સામે , દરરોજ સાંજે સમય ૦૫:૦૦ થી ૦૬:૩૦ માં ફક્ત બહેનો માટે યોગ વર્ગ ચાલે છે . જેમાં યોગ પ્રાણાયામની પૂર્ણ તાલીમ લીધેલ કર્મઠ મહિલા યોગ શિક્ષકો દ્વારા યોગનો પુરો પેકેજ પુરો કરવામાં આવશે. સંપર્ક મો.૯૪૨૬૨૧૪૮૫૩.

માંડવી મધ્યે નિ:શુલ્ક યોગ ક્લાસ

પતંજલિ યોગ સમિતિ કચ્છ દ્વારા માંડવી મધ્યે દરરોજ નીસુલ્ક યોગ પ્રાણાયામ ક્લાસ ચલાવવામાં આવે છે . આ વર્ગ શિશુમંદિર , બાબાવાડી , માંડવી મધ્યે દરરોજ સવારે ૦૬:૦૦ થી ૦૭:૦૦ દરમ્યાન ચલાવવામાં આવે છે સંપર્ક મો. ૯૮૭૯૨૩૧૩૫૭.

નખત્રાણામાં રોજ વિનામૂલ્ય યોગ વર્ગ

પતંજલિ યોગ સમિતિ કચ્છ દ્વારા અહી દરરોજ નીસુલ્ક યોગ પ્રાણાયામ વર્ગ નવાવાસ ગેટની સામે, આર્ય વેદ મંદિર, મધ્યે માં રોજ સવારે ૦૬:૦૦ થી ૦૭૩૦ ના યોગ વર્ગમાં નિષ્ણાત યોગ ટીચર દ્વારા ૧:૩૦ કલાક આ પેકેજ માં પુરા શરીર નો વ્યાયાયમ કરાવે છે. મો.૯૪૨૭૨૬ ૫૦૯૨.

માધાપર : મહાવીર ખીચડી ઘર

જૈન સંઘ સંચાલીત મહાવીર ખીચડી ઘર અંતર્ગત દર રવિવારે ઝુંપડપટી અને શ્રમજીવી વિસ્તારોમાં પૌષ્ટીક ભોજન અને ફ્રૂટનુ વિતરણ શાહ દિનેન વાડીલાલભાઇના સહયોગથી તા.8/4ના કરાશે.

માંડવીમાં રવિવારે જાહેેર પ્રવચન

માંડવી સ્થાનકવાસી છ કોટી જૈન સંઘ ખાતે તા.8/4ના બપોરે 4થી 5 દરમિયાન કોમલકુમારી મહાસતજીનું જાહેર વ્યાખ્યાન સમસ્ત જૈન સમાજ માટે ‘બધા સુખનું મૂળ શું ?’ વિષય પર છ કોટી જૈન સ્થાનક, અજરામર માર્ગ માંડવી ખાતે.

X
વિવિધ સ્થળે દાદા ભગવાનનો સત્સંગ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી