• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • આડેસર નજીક ઉભેલી ટ્રકમાં કાર અથડાતાં 3 મોત, 1 ઘાયલ

આડેસર નજીક ઉભેલી ટ્રકમાં કાર અથડાતાં 3 મોત, 1 ઘાયલ

ક્રાઇમ રીપોર્ટર. રાપર/ગાંધીધામ રાપરના આડેસર નજીક રવીવારે વહેલી સવારે નેશનલ હાઇવે ઉપર સર્જાયેલા ગમખ્વાર...

DivyaBhaskar News Network | Updated - Mar 12, 2018, 04:05 AM
આડેસર નજીક ઉભેલી ટ્રકમાં કાર અથડાતાં 3 મોત, 1 ઘાયલ
ક્રાઇમ રીપોર્ટર. રાપર/ગાંધીધામ

રાપરના આડેસર નજીક રવીવારે વહેલી સવારે નેશનલ હાઇવે ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મુળ રાજસ્થાન દેગણા,નાગોરના અને હાલ મુન્દ્રા અને આદિપુર ખાતે રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા તો 7 વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવની પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ,રવિવારે સવારે 6

... અનુસંધાન પાના નં. 13



થી 7વાગ્યાના આરસામાં આડેસર ચેકપોસ્ટથી એક કિલોમીટર દુરનેશનલ હાઇવે પર બંધ પડેલી એક ટ્રકના પાછળના ભાગમાં પુરપાટ જઇ રહેલી જીજે-12-ડીજી-1343 નંબરની અલ્ટો કાર ધડાકાભેર અથડાઇ હતી જેમાં એક જ પરિવારના મુળ રાજસ્થાન દેગણા,નાગોરના અને હાલે આદિપુર તથા મુન્દ્રા ખાતે સ્થાયી થેલા પરિવારના 30 વર્ષીય ઓમપ્રકાશ છોટુનાથ ગોપીનાથ નાથ (ચૌહાણ),27 વર્ષીય તેના પત્ની ગોમતીબેન ઓમપ્રકાશ નાથ અને 33 વર્ષીય ગીરધારીનાથ છોટુનાથ ગોપીનાથ એમ ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા તો કારમાં સવાર 7 વર્ષીય સુરેન્દ્ર ઓમપ્રકાશનો ચમત્કારિક બચાવ થયો હતો જોકે આ દુર્ઘટનામાં આ બાળકે પોતાના પાલનહાર ગુમાવ્યા છે.

આ અકસ્માત બાબતે પોલીસના જણાવ્યા મુજબ રાત્રે બે ટ્રક બંધ પડી જતાં હાઇવે ઓથોરીટીના કર્મીઓએ બન્ને ટ્રકો સાઇડમાં કરાવી આજુબાજુ઼ બેરીકોર મુકાવી ભય સૂચક સૂચના રાખી હોવા છતાં ઓવરટેકિંગની લાયમાં પુરપાટ જતી અલ્ટો કાર ઉભેલી ટ્રકમાં અથડાઇ હતી,આ પરીવાર રાજસ્થાન નાગોર જતો હતો ત્યારે આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છેપોલીસે મૃતદેહ પીએમ માટે મોકલાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલાં ભચાઉ રાપર હાઇવે પર થયેલા એક કાર અકસ્માતમાં 7 માસની દિકરીએ પોતાનો આખો પરિવાર ખોયો હતો અને આ દુર્ઘટનામાં પણ 7 વર્ષના બાળકે પોતાના માતા-પિતા ખોયા છે ત્યારે ઝડપની મજા કરતાં ગતિમર્યાદા જાળવી ડ્રાઇવિંગ કરવામાં આવે તો આવા બનાવોના પ્રમાણ ઓછા થાય.

X
આડેસર નજીક ઉભેલી ટ્રકમાં કાર અથડાતાં 3 મોત, 1 ઘાયલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App