• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • વાગડની ધરા ફરી 3.5ની તિવ્રતાના કંપનથી ધણધણી

વાગડની ધરા ફરી 3.5ની તિવ્રતાના કંપનથી ધણધણી

ઉનાળાના આગમન સાથે વાગડની ધરતીના પેટાળમાં ભુસ્તરિય સળવળાટ એકાએક વેગીલો બન્યો હોય તેમ શનિવારે 4.2ની તિવ્રતાના તગડા...

DivyaBhaskar News Network | Updated - Mar 12, 2018, 04:05 AM
વાગડની ધરા ફરી 3.5ની તિવ્રતાના કંપનથી ધણધણી
ઉનાળાના આગમન સાથે વાગડની ધરતીના પેટાળમાં ભુસ્તરિય સળવળાટ એકાએક વેગીલો બન્યો હોય તેમ શનિવારે 4.2ની તિવ્રતાના તગડા ઝટકા બાદ રવિવારે ફરી અેકવાર વાગડની ધરા 3.5ની તિવ્રતાના કંપનથી ધણધણી ઉઠતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. રવિવારે તો અેક જ કૈન્દ્રબિંદુમાં 12 મિનીટના ટુંકાગાળામાં 2 નોંધપાત્ર કંપન અનુભવાતા ઉચાટ પણ વેગીલો બની ગયો હતો.

... અનુસંધાન પાના નં.13

રવિવારે સાંજે 4 અને 58 મિનિટે રાપરથી 16 કિલોમીટર દૂર નૈઋત્ય દિશામાં ભચાઉના કંથકોટ તરફ કેન્દ્રબિંદુ ધરાવતો 3.5ની તીવ્રતાનો આંચકો સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયા બાદ તેની 12 મિનિટ બાદ ફરી આ જ કેન્દ્રબિંદુમાંથી 2.3ની તીવ્રતાનું અન્ય એક કંપન ઉદભવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શનિવારે ભચાઉના હલરા નજીક 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રવિવારે અનુભવાયેલા આ઼ચકાની રાપર શહેરમાં જોરદાર અસર વર્તાઇ હતી. ધડાકા સાથે ધરતી ધ્રુજતા ઘરના બારી બારણા ધણધણી ઉઠતાં ભયના માર્યા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

70 દિવસમાં 3થી ઉપરના 7 કંપન અનુભવાયા

નોંધનિય છે કે ચાલુ સાલે અત્યાર સુધીના અઢી માસ એટલે કે 70 દિવસના સમયગાળામાં 3થી વધુની તિવ્રતા ધરાવતાં કુલ 7 કંપન નોંધાઈ ચૂક્યાં છે. જે પૈકી 3થી 4ની અંદરની તીવ્રતા ધરાવતાં 4 કંપન અને 4 કે તેથી ઉપરની તીવ્રતા ધરાવતાં ત્રણ આંચકાનો સમાવેશ થાય છે. આ તમામ કંપનનું કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટ અને અને મોટા રણ આસપાસ જ નોંધાયું છે.

શનિવારે પણ અનુભવાયો હતો 4.2નો આંચકો

X
વાગડની ધરા ફરી 3.5ની તિવ્રતાના કંપનથી ધણધણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App