Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » કીડાણામાં 13 જુગારીઓ 1.63 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

કીડાણામાં 13 જુગારીઓ 1.63 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 04:05 AM

ગાંધીધામના ફીડાણા ખાતે પત્તાનો જુગાર રમી રહેલા 13 આરોપીઓને રૂ.1,63,000ના મુદ્દામાલ સાથે બી-ડિવિઝન પોલીસે પકડી પાડ્યા...

  • કીડાણામાં 13 જુગારીઓ 1.63 લાખના મુદ્દામાલ સાથે પકડાયા
    ગાંધીધામના ફીડાણા ખાતે પત્તાનો જુગાર રમી રહેલા 13 આરોપીઓને રૂ.1,63,000ના મુદ્દામાલ સાથે બી-ડિવિઝન પોલીસે પકડી પાડ્યા હતા,એક આરોપી દરોડા દરમિયાન નાસી ગયો હતો.પકડાયલા આરોપીઓને પોલીસે કાન પકડાવી જુગાર ન રમવા નસીહત આપી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

    પ્રાપ્ત વીગતો મુજબ બી-ડિવિઝન પોલીસના પીઆઇ આર.એલ.રાઠોડ સાથે ટીમે બાતમીના આધારે કિડાણા ખાતે દરોડો પાડયો હતો જેમાં કિડાણા ખાતે આવેલા પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા રહીમ ઇશા જામ,લાડકવાસ,કીડાણા,દેવદાન ભીમાભાઇ મરંડ,કીડાણા,માધાભાઇ દેવાયત બોરિચા,ભારાપર,ધનજી નારાણભાઇ મ્યાત્રા,અંતરજાળ,શામજીભાઇ વાલજીભાઇ ઝરૂ,કીડાણા,મુકેશ જેરામ ગઢવી, અંતરજાળ,નવીન અરજણભાઇ ઝરૂ,કીડાણા,દિનેશ મ્યાજરભાઇ મકવાણા,કીડાણા,વાલજી કરશન ઝરૂ,કીડાણા,વેલાભાઇ મંગાભાઇ મકવાણા,કીડાણા,અયુબ કાસમ જંગીયા,કીડાણા,શંભુભાઇ રતાભાઇ ઝરૂ,કીડાણા,નારાણભાઇ રામજી ઝરૂ,કીડાણા એમ કુલ 13 જુગારીઓને રોકડા રૂ.25,060,રૂ.23,500ની કિંમતના 11 મોબાઇલ ફોન તથા રૂ.1,15,000ની કિંમતની 4 મોટરસાઇકલ એમ કુલ રૂ.1,63,560નો મુદ્દામાલ કબજે કરી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરાઇ હતી.આ દરોડામાં પીએસઆઇ એલ.એલેચાવડા, કે. એન. સોલંકી,હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ ઝાલા,પુનમભાઇ મહેશ્વરી સહિતની ટીમ જોડાઇ હતી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending