• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • નિંગાળમાં સ્વામિ. મંદિરે પારાયણ યોજાઇ

નિંગાળમાં સ્વામિ. મંદિરે પારાયણ યોજાઇ

ભુજ | નિંગાળ ગામે યોજાયેલી ભાગવત પારાયણમાં ભગવાનનું નામ સ્મરણ કરવાથી ભવસાગર તરી જવાય છે તેમ વ્યાસપીઠેથી જણાવાયું...

DivyaBhaskar News Network | Updated - Mar 12, 2018, 04:05 AM
નિંગાળમાં સ્વામિ. મંદિરે પારાયણ યોજાઇ
ભુજ | નિંગાળ ગામે યોજાયેલી ભાગવત પારાયણમાં ભગવાનનું નામ સ્મરણ કરવાથી ભવસાગર તરી જવાય છે તેમ વ્યાસપીઠેથી જણાવાયું હતું. પારાયણના વક્તા શાસ્ત્રી સ્વામી કૃષ્ણવલ્લભદાસજીએ કહ્યું હતું કે, ભગવાનના ચરણસ્પર્શતાં જો પથ્થર મહિલા બની જાય તો તેના નામનું રટણ કરવાથી ભવ સાગર તરી શકાય છે. તેમણે વ્યસનો અને કૂટેવો ત્યજવાની હાકલ કરી હતી. કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ ઉમંગભેર ઉજવાયો હતો. આ પ્રસંગે ભુજ, માંડવી, અંજાર, રાપર સહિતના મંદિરોમાંથી સંતો. હરિપ્રસાદદાસજી, કૃષ્ણપ્રસાદદાસજી, વિશ્વવલ્લભદાસ, સરિયુદાસજી, મુનીશ્વરદાસજી સહિતના સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. કુવરજી પોકાર, શામજી હિરાણી, અમૃત પોકાર, ગોવિંદ ગોગારી, રવાભાઇ આહિર, રવજીભાઇ હીરાણી તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
નિંગાળમાં સ્વામિ. મંદિરે પારાયણ યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App