• Gujarati News
  • રાપર પોલીસ દ્વારા સ્ત્રીઓને સુરક્ષાની ટીપ્સ અપાઇ

રાપર પોલીસ દ્વારા સ્ત્રીઓને સુરક્ષાની ટીપ્સ અપાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંરાપર પોલીસ દ્વારા મહિલા સુરક્ષા સમિતિ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફર્લો સ્ક્વોડ પીએસઆઇ એ.વાય. પટેલે મહિલાઓને સુરક્ષા બાબતે માહિતગાર કર્યા હતા અને કઇ રીતે સુરક્ષા કરવી અને કઇ રીતે સામનો કરી સબક શીખવાડવો, તે બાબતની સમજણ આપી હતી.

રાપર પીએસઆઇ આર.જી. ચાવડાએ મહિલાઓને પજવણી કરતા શખ્સોની જાણ કરવા અનુરોધ કર્યો હતો. રાપર ન.પા. પ્રમુખ જશવંતીબેન મહેતા, પોલીસ પરિવારના બાબુભાઇ કારોત્રા, રમેશ મહેશ્વરી, પ્રકાશ આહિર, રાજુભાઇ, દિલીપસિંહ વગેરે સહિત શહેરની મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને માર્ગદર્શન મેવળ્યું હતું.