• Gujarati News
  • સમાઘોઘાની 51 હજારની તસ્કરીમાં બે શખ્સની ધરપકડ

સમાઘોઘાની 51 હજારની તસ્કરીમાં બે શખ્સની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાનાસમાઘોઘામાં થયેલી તસ્કરી મામલે રાપરના બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. બન્ને શખ્સ વિસ્તારમાં મજૂરીકામ કરવા ગયા અને ચોરી કરી હતી. મુદ્દામાલ પણ કબજે કરાયો હતો.

પોલીસના આધારભૂત સૂત્રોએ સમાઘોઘામાં થયેલી ચોરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રકરણમાં આરોપી સુભાષ ઉર્ફે સુભો બાબુ કોલી(માનગઢ) અને દેવજી ઉર્ફે દેવો બાબુ કોલી(બાદલપુર)ની ધરપકડ કરવામાં આવી હતી. સમાઘોઘામાં બાજુ-બાજુમાં આવેલી ત્રણ વાડીમાં ગત તા.3ના રાત્રે તસ્કરી થઈ હતી. ખેડૂતોએ જંગલી પ્રાણીઓથી પાકનું રક્ષણ કરવા માટે વીજળીનો ઝટકો આપે એવી તારની ગોઠવણી કરી હતી. આખી સિસ્ટમ, મશીન, સોલાર પ્લેટો સહિત ઉઠાવી ગયા હતા. કુલ 51 હજારની માલમતા સામે બરાયા સીમમાં બેયને પોલીસે ગુુરુવારે ઝડપી લીધા હતા.