• Gujarati News
  • વાગડમાં વિજિલન્સની 62 ટીમે 23 લાખની વીજ ચોરી પકડી પાડી

વાગડમાં વિજિલન્સની 62 ટીમે 23 લાખની વીજ ચોરી પકડી પાડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંવીજ ચોરી સામે કુખ્યાત બનેલા વાગડના રાપર વિસ્તારમાં ગુરુવારે વિજિલન્સની ટુકડીઓએ ધોંસ બોલાવતાં 23 લાખ જેટલી વીજચોરી પકડી પાડી હતી, જેના પગલે વીજ તસ્કરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

પીજીવીસીએલની રાજકોટ સ્થિત કોર્પોરેટ કચેરી દ્વારા આદરાયેલી ઝુંબેશમાં 61 જેટલી ટુકડીએ રાપર ડિવિઝનની વીજ કચેરી તેમજ ભીમાસર પેટા વિભાગ હેઠળ આવતાં ગામોમાં સવારથી ચેકિંગ શરૂ કરાયું હતું. ઘરવપરાશ અને ખેતીવાડીને લગતાં 1187 જેટલાં વીજ જોડાણ ચકાસાયાં હતાં, જે પૈકી 221માં નિયમ વિરુદ્ધ વીજ વપરાશ થતો હોવાનું બહાર આવતાં કુલ 2298 લાખના દંડ સહિતના બિલ ફટકારાયાં હતાં, તેવું કચ્છના વીજ વડા કે.સી. પંડ્યાએ વિગતો આપતાં કહ્યું હતું.

દરમિયાન આજે ભચાઉ ડિવિઝન હેઠળ આવતાં ગામોમાં ચેકિંગ ટુકડીઓ ત્રાટકે તેવી શક્યતા આધારભૂત સૂત્રોએ વ્યક્ત કરી હતી.

અગાઉ બોગસ ટીસી પકડાયા હતા

બેવર્ષપૂર્વે વિજિલન્સની ટુકડીઓએ ત્રાટકીને વાગડના ચોબારી પંથકમાં 18 જેટલા બોગસ ટ્રાન્સફોર્મર પકડી પાડ્યા હતા. વિસ્તારના તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ તે સમયે અઢી કિલોમીટર લાંબી ગેરકાયદે ઊભી કરાયેલી વીજ લાઇન પણ પકડી પાડી હતી.