તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • છાત્રાલયની દીકરીઓના શિક્ષણ અર્થે 5 લાખની રકમ એકઠી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાત્રાલયની દીકરીઓના શિક્ષણ અર્થે 5 લાખની રકમ એકઠી કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાંવાગડ બે ચોવીસી ગ્રૂપ દ્વારા નીલપર-સોનટેકરી ખાતેના છાત્રાલયમાં અભ્યાસ કરતી બાળાઓના અભ્યાસના હેતુસર ચેરિટી શોના માધ્યમથી 5 લાખ જેટલી દાનની રકમ ભેગી કરાઇ હતી.

સમાજના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય પંકજ મહેતા, વીબીસી સમાજના ભુજના ઉપપ્રમુખ ભોગીલાલ મહેતા, યુવક મંડળના મંત્રી મહેશ મહેતા, મહિલા મંડળના પ્રમુખ કલાબેન શેઠ તેમજ દાતાઓના હસ્તે દીપ પ્રાગટ્યથી આરંભાયેલા કાર્યક્રમમાં ગુજરાતી નાટક ‘ગુજ્જુભાઇ કરે ધમાલ’ના મંચન ઉપરાંત નીલપર-સોનટેકરીની છાત્રાઓ દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો.

છાત્રાલયના નકુલ ભાવસારે સંસ્થાની પ્રગતિ વિશે વિગતે પ્રકાશ પાડ્યો હતો. રાપરના ધારાસભ્યે પોતાની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયા જાહેર કર્યા હતા.

ઉપરાંત, મંછીબેન કેશવલાલ સંઘવી પરિવાર, ભદ્રેશ ત્રિભોવનભાઇ મહેતા પરિવાર, ખીમજીભાઇ ચુનીલાલ દોશી, દિવાળીબેન ધારશી કોરડિયા પરિવાર, ભરત લુહાર, મોહનલાલ કેશવજી મહેતા પરિવાર, મુકેશ યારી, શામજી લક્ષ્મણ ભુડિયા પરિવાર, મંછીબેન નારાણજી પારેખ પરિવાર, રસીલાબેન ચમનલાલ ધોળકિયા પરિવાર, નાટ્ય કલાકારો વિપુલ વિઠ્ઠલાણી અને કમલેશ મોતાએ પણ કાર્યમાં આર્થિક સહયોગ આપ્યો હતો.

આયોજનને સફળ બનાવવા વીબીસી ગ્રૂપના હિરેન ખંડોલ, નિતિન પારેખ, અશ્વિન પારેખ, બિમલ મોરબીયા, જીગર બાબરીયા, ચિંતન ખંડોલ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

ભુજમાં વીબીસી ગ્રૂપ દ્વારા યોજાયેલા ચેરિટી શોમાં દાતાઓ વરસ્યા

સાંસ્કૃતિક કાર્યક્રમમાં કરતબ બતાવતી છાત્રાઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો