તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મથલ ડેમમાંથી પાણી ખેંચાતાં ડીઝલપમ્પ હટાવી લેવા તાકીદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મથલ ડેમમાંથી પાણી ખેંચાતાં ડીઝલપમ્પ હટાવી લેવા તાકીદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નખત્રાણાતાલુકામાં આવેલા મથલ ડેમમાંથી ખેડૂતો દ્વારા ડીઝલ પમ્પ લગાવી પાણીનો વપરાશ થતો હોવાનું ધ્યાનમાં આવતાં મંગળવારે સવારે નખત્રાણા પ્રાંત અધિકારી જે.વી. દેસાઇ, મદદનીશ પોલીસ અધિક્ષક, સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમ, ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેર, જળ સંપત્તિ પેટા વિભાગના ના. કાર્યપાલક ઇજનેર તથા સિંચાઇ વિભાગના સંબંધિત કર્મચારીઓએ ડેમની મુલાકાત લેતાં ખેડૂતો દ્વારા ડેમમાંથી આઠ જેટલા ડીઝલપમ્પ મશીન લગાવી ખેતીના હેતુ માટે પાણી ખેંચવામાં આવી રહ્યું હતું, જેને તાત્કાલિક અસરથી બંધ કરાયા હતા.

નખત્રાણા પ્રાંત અધિકારી જે.વી. દેસાઇને ખેડૂતોએ એવી રજૂઆત કરી હતી કે, અમારી ખેતીના પાક માટે પાણીની અન્ય વ્યવસ્થા નથી, એટલે અમે પાણીનો ઉપયોગ કરીએ છીએ, પાણી ઉપાડવાનું બંધ કરાવવાથી અમારા ખેતીના પાકમાં નુકશાની થશે. રજૂઆતને ધ્યાનમાં લઇ પ્રાંત અધિકારીએ ખેડૂતોને એક દિવસની મહોતલ આપી ડીઝલપમ્પ એક દિવસમાં ઉપાડી લેવા તાકીદ કરી હતી. જો નહીં ઉપડે તો તે ખેડૂત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.

ખેડૂતોને નર્મદા કેનાલમાંથી મશીન ઉપાડવા સૂચના

રાપરવિસ્તારના ખેડૂતોને પણ પીવાના પાણીની અછતને ધ્યાનમાં લઇ નર્મદા કેનાલમાં લગાડેલા ડીઝલપમ્પ તા. 24/3 સુધી હટાવી લેવા સરદાર સરોવર નિગમ દ્વારા નોટિસ આપવામાં આવશે અને જો મશીન નહીં હટાવી લેવામાં અવે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

પીવાના પાણીની અછતને પહોંચી વળવા ડેમમાંથી પાણી લેવા પાબંદી : પ્રાંત અધિકારીએ 1 દિ’ની મુદ્દત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો