તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બેલા પંથકના વિકાસ માટે 2.94 કરોડની ફાળવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેલા પંથકના વિકાસ માટે 2.94 કરોડની ફાળવણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાપરતાલુકાના સરહદી એવા બેલા ગામ આવનારા દિવસોમાં વિકાસની કેડીએ પગરણ કરવા જઇ રહ્યું છે, બોર્ડર એરિયા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ધારાસભ્ય પંકજ મહેતાની રજૂઆતો બાદ નવા રસ્તાઓ, પ્રવાસીઓની સુવિધા માટે ભૂંગા, રિસોર્ટ વગેરે માટે રૂા. 2,94,64,236ના કામોને તંત્રે મંજૂરી આપી છે. દેવનગરી તરીકે ઓળખાતા બેલા ગામે અનેક પુરાતન ધર્મસ્થળો આવેલા છે, જ્યારે અહીંથી માત્ર 8 કિમીના અંતરે પ્રવાસનધામ વ્રજવાણી આવેલું છે.

અહીં આવનારા દિવસોમાં રિસોર્ટ, કચ્છી ભૂંગા અને પાકા એપ્રોચ રોડ બનતાં વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગને ખૂબ મોટું પ્રોત્સાહન સાંપડશે, જે કામો મંજૂર થયા છે તે પૈકી અંદાજે દોઢ કરોડના ખર્ચે પાકા સિમેન્ટ કોંક્રિટના રસતાઓ બનશે, જ્યારે રિસોર્ટ, ભૂંગા અને અહીંની પાણી યોજના ઇન્ટરલોકિંગ વગેરેની સુવિધા માટે એક અંદાજ મુજબ એક કરોડ 44 હજાર જેટલો ખર્ચ થશે. કામો હાથ ધરવાની વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણતા થયે કામોને બેલામાં ધમધમાટ જોવા મળશે. પ્રવાસન ઉદ્યોગને વેગ મળતા લોકોની રોજગારીની તકો પણ વધશે, માટે સક્રિય ધારાસભ્ય મહેતાનો સરપંચ માવજી રબારી, રાડાના ચેરમેન કેશુભા વાઘેલા, રાપર તાલુકા પંચાયત પ્રમુખ જયદીપસિંહ જાડેજા, એપીએમસી વા. ચેરમેન અને વ્રજવાણી ગામના સરપંચ હેતુભા વાઘેલા, બેલા તા.પં. સભ્ય દિવ્યાબા ભૂપતસિંહ વાઘેલા, દશરથસિંહ વાઘેલા, વેલજીભાઇ દૈયા અને ગામલોકોએ આભાર માન્યો હતો.

બીએડીપીના પ્રોજેક્ટ હેઠળ ભૂંગા રિસોર્ટ, એપ્રોચ રોડ વગેરે સુવિધાઓ કરાશે ઉભી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો