તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બે વાહનચોરીનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે વાહનચોરીનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામખાતેથી બે શંકાસ્પદ વાહનો સાથે બે શખ્સોને પોલીસે પુછપરછ કરતાં, શખ્સોના કબજામાં રહેલા બન્ને વાહનો ચોરીના હોવાનું સામે આવ્યું હતું.

એ-ડિવિઝન પોલીસની ડી-સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી વખતે એફસીઆઇ 3 રસ્તા પાસે બે શખ્સો શંકાસ્પદ વાહનો સાથે બેઠા હોવાની બાતમી મળતાં ટુકડી ત્યાં પહોંચી હતી અને બે ટુ-વ્હીલરો વાહનો સાથે બેઠેલા દિલીપ લગધીર પાતારીયા (ગુજરા) (ઉ.-30) અને વીરજી માંડણ સંજોટ (મારવાડા) (ઉ.-28) ને પુછપરછ કરતા઼ બન્ને વાહનો પૈકીનું એક બાઇક હોન્ડા સ્પ્લેન્ડર કે જેના નંબર જીજે12-બીબી-4755 (કિંમત-10,000/-) તથા બજી સ્પ્લેન્ડર બાઇક નં. જીજે12-એડી-9063 (કિંમત-20,000/-) વાળી અંગે પુછપરછ કરવામાં આવતાં પ્રથમ બાઇક પંદરેક દિવસ પહેલાં પડાણાથી ચોરી હોવાનું તથા બીજી બાઇક રાપરના આથમણા નાકેથી ચોરી હોવાની કબુલાત આપી હતી. બન્ને બાઇકો અંગે વાહનચોરી નોંધાવવામાં આવી હતી. કામગીરીમાં ડી-સ્ટાફના વિક્રમસિંહ જાડેજાની આગેવાની હેઠળ કામગીરી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો