• Gujarati News
  • ગરીબોને ઝૂંપડે રસોઇ પહોંચાડવા વાહનની ભેટ

ગરીબોને ઝૂંપડે રસોઇ પહોંચાડવા વાહનની ભેટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માવનજ્યોતસંસ્થા ભુજ દ્વારા ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરબીનો ઝૂંપડાં સુધી પહોંચાડવામાં આવે છે. શહેરની વિવિધ લગ્નવાડીઓ રસોઇ વધ્યાની જાણ સંસ્થાને કરે છે. સંસ્થાને દાતા મૂલબાઇ મીઠુભાઇ માવજી ગડા (રાયધણજર) તરફથી છોટા હાથી વાહન ભેટ મળ્યું છે. શાંતાબેન જેન્તીલાલ મીરાણી પરિવાર (રાપર,)ના હસ્તે પુત્રીઓ ઇન્દુબેન, જશોદાબેન, જયશ્રીબેન તરફથી માનવજ્યોત સંસ્થાને વધુ એક છોટા હાથી વાહન ભેટ મળ્યું હોવાનું પ્રબોધ મુનવરે જણાવ્યું હતું.