દીપોત્સવ વિશેષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વતનમાં ગામના ચોરે ભેગા થવાની મજા

દિવાળીના તહેવારો દરમિયાન અરવલી જિલ્લાના ખોડંબા જેવા નાનકડાં ગામમાં સાંજે ચોરે ભેગા થઇને એકબીજા સાથે ઉજવણી કરવાની મજા કંઇક અલગ છે. ફટાકડા ફોડવાના બદલે સ્નેહીઓ અને મિત્રો તેમજ ગ્રામજનોના મોટા સમૂહને મળવાનો આનંદ મળે છે. કોઇ વચ્ચે વયમનસ્ય દૂધપીણા દ્વારા દૂર કરાવીને પ્રસંગની ઉજવણી વિશેષ રીતે કરવાની મજા છે. > ડો.બી.એસ.પટેલ , કાર્યકારીકુલપતિ, કચ્છ યુનિવર્સિટી, ભુજ

દિવાળી અને નૂતન વર્ષના તહેવારોનો સમય અંગત કુટુંબીજનો તેમજ પોતાના વિસ્તારના લોકો સાથે સમય ગાળવાનો હોય છે. ઉમંગે પ્રસંગ ઉજવવા ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન જેમની સાથે કામ કર્યા હોય તેમને તહેવારોમાં પણ વિશેષ યાદ કરવામાં આવે છે. સ્ટાફને પણ ઉજવણીમાં સામેલ કરું છું. યથાશક્તિ ગુપ્તદાન સહિતની સામાજિક પ્રવૃત્તિ પણ તહેવારમાં પરિવાર દ્વારા કરાય છે. > પંકજમહેતા, કચ્છજિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય-રાપર

દિવાળીના સપરમા દિવસોમાં ધનતેરસથી ઉજવણીની શરૂઆત કરું છું. ગૌસંવર્ધન મંત્રી હોવાના નાતે ગાયોને ખોળ ખવડાવીને પરિવાર સાથે તેની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત ભુજમાં પ્લાસ્ટિક વીણતી 100 જેટલી બહેનને સાડીનું દાન અને જરૂરિયાતમંદ બાળકોને મિષ્ઠાન આપીને દિવાળી તેમજ નવા વર્ષની ઉજવણી પરિવાર સાથે કરું છું. > તારાચંદછેડા , રાજ્યકક્ષાનામંત્રી

દિવાળીના દિવસો દરમિયાન પોતાના ગામ સુખપર રોહામાં અવશ્ય હાજરી રહે છે. સંયુક્ત પરિવારમાં દિવાળી ઉજવવામાં આવે છે તેમજ ગામ લોકો સાથે પણ પ્રકાશ પર્વને આવકારવામાં આવે છે. નવા વર્ષ નિમિત્તે સાંસદ બન્યા બાદ પહેલી વખત સ્નેહમિલન યોજીને જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવવાનું આયોજન છે, જેમને રૂબરૂ મળાય તેમને યાદ કરીને ગ્રિટિંગ્સ કાર્ડ પહોચાડાય છે. > િવનોદચાવડા, સાંસદકચ્છ

પ્લાસ્ટિક વીણતી બહેનોને સાડીનું દાન કરીને ઉજવણી

પોતાના ગામમાં સંયુક્ત પરિવારમાં અચૂક હાજરી

તહેવારોનો સમય પરિવાર માટે