• Gujarati News
  • ઓવરલોડિંગ મામલે તંત્ર સખત બને

ઓવરલોડિંગ મામલે તંત્ર સખત બને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાસંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ભુજ ખાતે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી હતીલ જેમાં ઓવરલોડિંગ, સ્થાનિક રોજગારી, રાશનકાર્ડ સહિતના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ અને રાપરના ધારાસભ્ય પંકજ મહેતાએ ઓવરલોડિંગની સમસ્યા તથા સામાન્યજનને સ્પર્શતી જીવનરક્ષક બાબતો અંગે નક્કર નિર્ણયો લેવાની તેમજ જવાબદાર કંપનીઓને તંત્ર દ્વારા કાયદાની તાકાત બનાવી કોઇ કચાશ કે છટકબારી રાખવા અનુરોધ કર્યો હતોલ તેમણે જિલ્લા પાટનગર ભુજ પાસેના ગામમાં અનાવશ્યક સીએચસી અને દુર્ગમ વિસ્તારો કે જ્યાં ખરેખર જરૂરિયાત હોયલ ત્યાં માત્ર મકાનો ઊભા કરવાલ તે વિશે આશ્ચર્ય વ્યક્ત કરતાં ભીમાસર(તા.રાપર) ખાતે તલાવડીના કામમાં મૃત વ્યક્તિના નામે થઇ ગયેલા ચૂકવણા બાબતે તંત્રને વધુ સતર્કતા તેમજ આવી બાબતોમાં જવાબદારી વધુ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

ગાંધીધામ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરીએ ગાંધીધામ શહેર, ગ્રામ્ય વિસ્તાર તેમજ આદિપુર વિસ્તારના રાશનકાર્ડધારકોને થતી હાલાકી બાબતે વધુ કાર્યક્ષમ અને જનોપયોગી વ્યવસ્થાની માંગ કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઇ છાંગાએ સ્થાનિક રોજગારીનો મુદો ઉઠાવતાં જણાવ્યું હતું કે, પારલે, બીકેટી, એન્કર જેવી કંપનીઓ નિ:શંકપણે ઉદાહરણરૂપ છે, પરંતુ અન્ય કંપનીઓએ પણ સ્થાનિકોને વધુ પ્રમાણમાં રોજગારી પૂરી પાડવી જોઇએે.

જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે તેમજ જરૂર પડ્યે ઉચ્ચકક્ષાએથી પણ માર્ગદર્શન, આદેશો મેળવી સમસ્યાઓના ઉકેલ માટે આશ્વાસન આપ્યું હતું તેમજ સંબંધિત અધિકારીઓ દ્વારા જરૂરી તમામ જવાબો, માહિતી માગ્યા મુજબ તેમજ સ્પષ્ટતા રૂપમાં મળે તેમજ સમયસર મળે તે સુનિશ્ચિત કર્યું હતું, વધુમાં તેમણે પદાધિકારીઓ દ્વારા રજૂ થતા સંવેદનશીલ પ્રશ્નોને વધુ નક્કર, કાર્યક્ષમ કાર્યવાહીનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી અાર.જી. ભાલારા, અધિક કલેક્ટર ડી.એ. શાહે તેમના અનુભવો, સુજાવ રજૂ કરતાં સંકલન અને ફરિયાદ સમિતિની નિશ્ચિત તારીખના 15 દિવસ અગાઉ પ્રશ્નો રજૂ થઇ જાય, તો પૂરતો અભ્યાસ, કાર્યવાહીનો સમય મળી રહે તે જોવા અનુરોધ કર્યો હતો.