તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાપરની ગ્રામ પંચાયતોમાં ફરી ચૂંટણીના ઢોલ ઢબુક્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપરની ગ્રામ પંચાયતોમાં ફરી ચૂંટણીના ઢોલ ઢબુક્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ત્રણમહિના અગાઉ થયેલી સંયુક્ત ચૂંટણીઓ બાદ વધુ એક વાર વિભાજન થયેલી પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. મામલતદાર કચેરી પર ફોર્મ ભરવા માટે ઉમેદવારો પોતાના સમર્થકો અને ઢોલ લઈને પહોંચ્યા હતા.

એક સાથે 470 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાયા બાદ હવે બાકી રહી ગયેલી અને વિભાજન થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ ફરી શરૂ થઈ ગયો છે. મંગળવારે સવારથી રાપર તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીએ લોકોનો મોટો ધસારો જોવા મળ્યો હતો. ઢોલ સાથે ફોર્મ ભરવા ઉમેદવારો આવી પચોંચ્યા હતા, જેમાં તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત ફતેગઢના સરપંચ માટે 5 ફોર્મ અને સભ્ય માટે 20 ફોર્મ ભરાયા હતા, તો વિભાજન થયેલી શાનગઢ પંચાયતમાં સરપંચ માટે 3, બાલાસર ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય માટે કુલ 25, રાસાજી ગઢડામાં સરપંચ માટે બપોર સુધી એક ફોર્મ ભરાયું હતું, જેથી બિનહરીફની શક્યતા વર્તાઈ રહી હતી. બે મોટા રાજકીય પક્ષોએ પણ પોતાના પ્રભાવવાળા સરપંચોને જીતાડવા અને તેની ગણના કરવા આંટાફેરા ચાલુ થઈ ગયા હતા.

ફતેહગઢ, શાનગઢ સહિતની ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે 20 સભ્ય દ્વારા પાંચ ફોર્મ ભરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો