તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હવે પૂર્વ કચ્છના વાહનના વેરા અને પાસિંગ ગાંધીધામમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે પૂર્વ કચ્છના વાહનના વેરા અને પાસિંગ ગાંધીધામમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર. ભુજ

કચ્છમાંબે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી કાર્યરત છે, ત્યારે હવે પૂર્વ કચ્છમાં વસતા લોકોએ તેમના વાહનો અંગેની મોટાભાગની કામગીરી ગાંધીધામ ઓફિસથી કરવાની રહેશે. વાહન વેરા ઉપરાંત નવા વાહનના પાસિંગ માટે ગાંધીધામની આરટીઓમાં કામ પૂરું કરવામાં આવશે. દરમિયાન, 1લી એપ્રિલથી સંભવત: વાહન 4 સોફ્ટવેર અમલી બનતાં મોટાભાગની કામગીરી ઓનલાઇન થાય તેમ જાણવા મળી રહ્યું છે.

પૂર્વ કચ્છ જિલ્લાના અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર પંથકની મોટરિંગ પબ્લિકને સુવિધા રહે તે માટે ગાંધીધામમાં એઆરટીઓ બનાવવામાં આવી છે. પૂર્વ કચ્છ જિલ્લામાં સમાવાતી મોટરિંગ પબ્લિક કચેરીમાં વાહન વેરો ભરે તેમજ નવા વાહનનું પાસિંગ પણ ત્યાં કરવામાં આવે તે લગભગ ફરજિયાત જેમ બનવા જઇ રહ્યું છે. જોકે, આના કારણે ત્યાંના વાહનચાલકોને ફાયદો થશે અને ભુજ સુધીનો લાંબો ધક્કો બનશે. હાલમાં પણ કામગીરી રસીદ આપીને થઇ રહી છે, પરંતુ હવે તે ફરજિયાત બની જાય તેમ જાણવા મળ્યું હતું.

ભુજમાં 165 ફરિયાદનીતપાસ આજે થશે પૂરી

ગત મંગળવારે વાહન વ્યવહાર કમિશનર કચેરીના આદેશથી ભુજ આરટીઓમાં ઓડિટના નામે ખાનગી ચેકિંગ આવ્યું છે. વાહન વ્યવહાર કમિશનર કચેરીને કચ્છમાંથી મળેલી 165 ફરિયાદ અંતર્ગત ચેકિંગ આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું, જે શનિવારે પૂરું થશે. ચકાસણીમાં આર્મી લાઇસન્સ કૌભાંડ, હેવી લાઇસન્સ કૌભાંડ અને આઇટીની રેડમાં સપાડાયેલા એજન્ટની તપાસ પણ થઇ હોવાનું સાથે સંકળાયેલા વર્તુળોએ કહ્યું હતું.

જીજે-39 હજુ અદ્ધરતાલ

કચ્છજિલ્લાનું બે આરટીઓમાં વિભાજન કરીને અંજારને જીજે-39 નંબર પણ ફાળવાયા છે, પણ હજુ રાજપત્ર પર આવવાના કારણે વહીવટી રીતે જીજે-12થી અલગ કરવામાં આવ્યા નથી. એઆરટીઓ ગળપાદર વિસ્તારમાં કાર્યરત છે, પણ સરકારી જાહેરાત મુજબ અંજારને આરટીઓનું મુખ્યમથક ગણાવીને જીજે-39 નંબર ફાળવવામાં આવ્યા છે, તેથી પૂર્વ કચ્છનું હેડક્વાર્ટર અંજાર માનવામાં આવશે.

1 એપ્રિલથી શક્યત: વાહન 4 સોફ્ટવેર અમલી બનતાં ઓનલાઇન કામગીરી થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો